ચૂંટણી પહેલા ભાજપના ખાતામાં બે નગરપાલિકા મળી ગઇ

કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, 26 બેઠક પર ઉમેદવાર બિનહરીફ જાહેર

ઉનામાં 21 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપના ઉમેદવારોની જીત

ભાજપે ચૂંટણી લડ્યા વગર જ જિલ્લા તાલુકા પંચાયતની 219 બેઠક પર જીત મેળવી છે. ફોર્મ પરત ખેંચવાની મુદ્દત પૂર્ણ થતા ઉમેદવારોને લઈ ચિત્ર સ્પષ્ટ થયું છે. ચૂંટણી પહેલા કૉંગ્રેસના 165થી વધુ ઉમેદવારો પાણીમાં બેસી ગયા છે.

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે જ મેંડેટમાં ગરબડ થવાના કારણે અનેક ઉમેદવારો ફોર્મ ભરી નહીં શકતા ભાજપને બિનહરિફ બેઠકો મળવાની શરૂઆત થઈ હતી. અત્યાર સુધીમાં જિલ્લા પંચાયતની 24 તાલુકા પંચાયતની 110 અને નગર પાલિકાની 85 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. રાજયમાં 28 ફેબ્રુઆરીએ 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા ચૂંટણી યોજાશે.

બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વતન કડી નગરપાલિકામાં ભગવો લહેરાયો. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 36 બેઠકો પૈકી 26 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. પાંચ વોર્ડની 20 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તો અન્ય વોર્ડની છ બેઠક પર પણ ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવતા મતદાન પહેલા જ ભાજપે બે તૃતીયાંશ કરતા વધુ બહુમતીની વિજય મેળવ્યો છે.

છેલ્લા 35 વર્ષથી કડી નગરપાલિકામાં સતત જનસંઘ અને ભાજપનું શાસન રહ્યું છે. તો કડી તાલુકાની નંદાસણ જિલ્લા પંચાયત, કુંડાળા અને કલ્યાણપુરા તાલુકા પંચાયતની બેઠક પર પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર કરાયા છે.

તેવી જ રીતે ગીર સોમનાથના ઉના નગરપાલિકામાં પણ ભાજપે ચૂંટણી પહેલા જ જીત મેળવી લીધી છે. ઉનામાં 36માંથી 21 બેઠકો પર કૉંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપના ઉમેદવારો જીતી ગયા હતા અને ઉના નગરપાલિકા હસ્તગત કરી છે.

 64 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર