ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે ફાર્મા ટેક એક્સ્પો અને લેબ ટેક એક્સ્પો 2019ની શરૂઆત

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે મંગળવારથી શરૂથયેલા ફાર્મા ટેક એક્સ્પો અને લેબ ટેક એક્સ્પો 2019ને રાજયના ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલર ઓથોરીટી-એફડીસીએના કમિશનર એચ જી કોશિયાએ ખુલ્લો મુકતાં જણાવ્યું હતું કે, ગુજરાતના દવા ઉત્પાદકોની દવાની ગુણવત્તા સૌથી સારીરહી છે, હવે જીએસટીને પગલે અન્ય રાજયમાં ગયેલા ફાર્મા યુનિટસે પણરાજયમાં કામ શરુકરી દીધા છે, રાજયમાં વધુ ૩૦૦ જેટલા નવા યુનિટ સ્થાપાવાની દિશામાં કામગીરી થઇ રહી છે.

ફાર્મા મશીનરી ઉદ્યોગે પણ આફ્રિકન દેશોમાં વિસ્તરણ માટે નજર દોડાવી ગુજરાતના ફાર્મા ઉદ્યોગના વિસ્તરણને પગલે બજાર હિસ્સો ૪૦ ટકાએ પહોંચશે,રાજયમાં ફાર્મા સેકટરમાં ૩૦૦થી વધુ નવા યુનિટ આગામી સમયમાં રોકાણ કરશે.અને ગુજરાતના ફાર્મા ઉદ્યોગના વિસ્તરણને પગલે બજાર હિસ્સો ૪૦ ટકાએ પહોંચશે. તેવો નિર્દેશ રાજયના ફુડએન્ડ ડ્રગ કમિશનર એચજી કોશિયાએ જણાવ્યું હતું. આ ઉપરાંત ફાર્મા મશીનરી ઉદ્યોગ પણ આફ્રિકન દેશોમાં વિસ્તરણ માટે નજર દોડાવી રહ્યા હોવાનું ઉદ્યોગના જાણકારો જણાવી રહ્યા છે.

રાજયનો ફાર્મા ઉદ્યોગ જે એક સમયે ઘટીને 28 ટકા થયો હતો. તે હાલમાં વધીને ૩૩ ટકા થયો છે. જે નવા પ્લાન્ટ અને રોકાણને પગલે ૪૨ટકાને આંબી જશે. ડ્રગ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન-ડીએમએમએના પ્રમુખ અમીતભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે અગાઉ ટેકસ રાહતોને પગલે ગુજરાતનો પણ ઉપયોગ હિમાચલના બડ્ડી જેવા વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપ્યા હતા. એક તબક્કે ગુજરાતનો ઉદ્યોગ ૪૦ ટકાથી ૨5 ટકા માર્કેટ હિસ્સા પર આવી ગયો હતો પરંતુ, હવે જીએસટી ને પગલે આ ઉદ્યોગ એ રાજ્યમાં તેની કામગીરી સારી છે અને અગાઉની નવી ઊંચાઈએ પહોંચે તેમ છે. દવાની સતત વધતી માંગ અને વિદેશોમાં નિકાસને પગલે રાજયમાં મશીનરી ઉત્પાદનમાં સારો એવો વધારો થાય તેમ છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી