પોલીસને મહિલાએ બચકું ભર્યું, એરપોર્ટ પોલીસે ચારેયની ધરપકડ કરી
એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સટેબલ કોર્ટના વોરંટની બજણી કરવા પહોંચ્યા હતા. ત્યારે આરોપી અને ત્રણ મહિલાઓ પોલીસ પર હુમલો કર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપી બચકું ભરી લીધું હતું. આ સમયે કોન્સ્ટેબલે એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને ચારે સામે પોલીસ કામગીરીમાં દખલગીરીનો ગુનો નોંધી તપાસ આદરી છે.
એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા અશોકકુમાર ખેતાજીને વોરંટ ડ્યુટી સોંપવામાં આવી છે. અશોકકુમારને કોર્ટ તરફથી આરોપી મુકેશ મારવાડી અને સન્ની ઉર્ફે સુનીલભાઈ ઠાકોરનું વોરંટ મળ્યું હતું. જેથી વોરંટની બજવણી કરી આરોપીઓને પકડવા માટે તેઓ ગઇકાલે ભદ્રશ્વર જોગણી માતાના મંદીર પાસે ગયા હતા. વોરંટ નીકળેલ શખ્સ સન્ની ઉર્ફે સુનીલના ઘર પહોંચી તેમનું વોરંટ હોવાનું કહેતા સુનીલ ઉર્ફે સન્ની ત્યાંથી ભાગવા લાગ્યો હતો. જેથી અશોકકુમારએ તેને ઝડપી લીધો હતો. આ દરમિયાન સુનીલ ઉર્ફે સન્ની જોર જોરથી બુમો પાડવા લાગ્યો હતો. જેથી સુનીલ ઉર્ફે સન્નીની ઘરમાંથી ત્રણ મહિલા બહાર આવી હતી અને અશોકભાઈને મારા સન્નીને ક્યાં લઈ જાવ છો તેમ કહીને ઝઘડો કરવા લાગી હતી.
દરમિયાન એક મહિલાએ અશોકભાઈના હાથમાં બચકુ ભર્યું હતું, તથા નખ માર્યા હતા. તે દરમિયાન સુનીલ ઉર્ફે સન્નીએ તેમને લાત મારી જમીને પાડી દીધા હતા. દરમિયાન ત્રણ મહિલા અને સન્નીએ અશોકભાઈને જણાવ્યું હતું કે, પોલીસવાળો હોય તો શું થઈ ગયું આજેતો તને જાનથી મારી નાખીશ તેમ કહીને મારઝુડ કરવા લાગ્યા હતા. દરમિયાન અશોકભાઈએ કંટ્રોલમા મેસેજ કરતા પોલીસનો વધુ કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યારબાદ સન્ની તથા તેની સાથે ની ત્રણ મહિલા તેજલ મારવાડી, લીલાબેન બાવરી અને રમીલાબેન બાવરીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી છે
18 , 1