સેન્સેક્સ 50500ની નીચે, નિફ્ટી 100 અંક તૂટ્યો

સેન્સેક્સ 419 અંક એટલે કે 0.82 ટકાના ઘટાડાની સાથે 50,469 ના સ્તર પર

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં શરૂઆત ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 50500ની નીચે જ્યારે નિફ્ટીએ 14,879.40 સુધી ગોથા લગાવ્યા.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.82 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.68 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.15 ટકાના ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 419 અંક એટલે કે 0.82 ટકાના ઘટાડાની સાથે 50,469 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 102 અંક એટલે કે 0.68 ટકા ઘટીને 14,879.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પીએસયુ બેન્ક, એફએમસીજી, ઑટો, આઈટી, રિયલ્ટી, ફાર્મા અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં 0.07-1.08 ટકા વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.09 ટકાના ઘટાડાની સાથે 35,809.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે મેટલ શેરોમાં ખરીદારીનું વલણ છે.

દિગ્ગજ શેરોમાં એલએન્ડટી, એમએન્ડએમ, આઈશર મોટર્સ, એચડીએફસી, કોલ ઈન્ડિયા અને ડૉ.રેડ્ડીઝ 0.82-1.45 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં હિંડાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, એચડીએફસી બેન્ક, ઓએનજીસી, અદાણી પોર્ટ્સ અને ટેક મહિન્દ્રા 1.64-3.49 ટકા સુધી વધ્યો છે.

મિડકેપ શેરોમાં ન્યુ ઈન્ડિયા એસ્યોર, બેન્ક ઑફ ઈન્ડિયા, ઈન્ફો એજ, ટીવીએસ મોટર અને 3એમ ઈન્ડિયા 2.26-11.02 ટકા સુધી લપસ્યા છે. જ્યારે હનીવેલ ઑટો, એબી કેપિટલ, ચોલામંડલમ, ટોરેન્ટ પાવર અને જુબિલન્ટ ફૂડ્ઝ 2.83-7.42 ટકા વધ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં બેન્ક ઑફ મહારાષ્ટ્ર, જેએસડબ્લ્યુ હોલ્ડિંગ્સ, મેગ્મા ફિનકૉર્પ, કારબોરેંડમ અને પીવીઆર 4.23-5.64 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં હિંદ કૉપર, જાગરણ પ્રકાશન, ઓનમોબાઈલ ગ્લોબલ, કેપરી ગ્લોબલ અને સાયન્ટ 6.18-14.32 ટકા સુધી મજબૂત થયા છે.

 59 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર