ડાંગમાં ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ફેઝ-2’ અંતર્ગત લાભાર્થીઓને વિના મૂલ્યે ગેસ જોડાણ અપાશે

આહવા ખાતે યોજાઇ ડાંગ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક

‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ફેઝ-૨’ અંતર્ગત ડાંગ જિલ્લામા પાત્રતા ધરાવતા લાભાર્થી કુટુંબોને વિનામુલ્યે ગેસ જોડાણ આપવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો હોવાથી જિલ્લાના સંબંધિત લાભાર્થીઓને સત્વરે KYC પ્રક્રિયા પુર્ણ કરીને લાભ મેળવવાની અપીલ ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડયાએ કરી છે.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાયેલી જિલ્લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકમા ઉપયોગી માર્ગદર્શન આપતા કલેક્ટરશ્રીએ જિલ્લાના મહાલપાડા, અને ગડદ ગામે વાજબી ભાવની દુકાનના સ્થળ ફેરફારની દરખાસ્તને મંજુરીની મહોર મારી હતી.સાથે આહવા-૭ (ઇન્દિરા કોલોની) ખાતે નવી વાજબી ભાવની દુકાન મંજુર કરતા કલેક્ટર શ્રી પંડયાએ ગોદડિયા ખાતે વાજબી ભાવની દુકાન શરૂ કરવાની મળેલી દરખાસ્ત બાબતે ફેર ચકાસણી કરવાની સુચના આપી હતી.

આહવા ખાતે નવા ગોડાઉનની આવશ્યકતા ધ્યાને લઈ આ અંગે હાથ ધરાયેલી પ્રક્રિયાની સમીક્ષા કરતા કલેક્ટરશ્રીએ, નવેમ્બર ૨૦૨૧ સુધી ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ હેઠળ કાર્ડ ધારકોને ફરીવાર વ્યક્તિદીઠ ૩.૫ કિલોગ્રામ ઘઉં, અને ૧.૫ કિલોગ્રામ ચોખાનુ વિતરણ કરાશે, તેમ ઉમેર્યું હતુ.

રમિયાન ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોની ચર્ચા કરતા ડાંગ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી સ્નેહલ ઠાકરેએ, જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો ઉપર અપાતા ‘ફોર્ટી ફાઇડ’ ચોખા બાબતે પ્રવર્તતી ગેરમાન્યતાઓ સંદર્ભે જરૂરી જનજાગૃતિ કેળવવાની આવશ્યકતા ઉપર ભાર મુક્યો હતો.

જ્યારે ડાંગ જિલ્લા FPS એસોશિએશનના પ્રમુખ શ્રી બાબુરાવ ગાંગુર્ડેએ કાર્ડ ધારકોને અનાજ મેળવવા માટેની કુપન કઢાવવામા નેટવર્કની સમસ્યાનો સામનો ન કરવો પડે, તે માટે દરેક સસ્તા અનાજની દુકાનો સુધી નેટ કનેક્ટિવીટી પહોંચાડવાની હિમાયત કરી હતી.
બેઠકમા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિતે ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.

દરમિયાન જિલ્લાના ગોડાઉનોમા ઉપલબ્ધ જથ્થાની સમીક્ષા કરવા સાથે ‘રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો-૨૦૧૩’ હેઠળ લાભાર્થી કુટુંબોને મળવાપાત્ર જથ્થાની સમીક્ષા, કેરોસીનના ભાવ સહિતના મુદ્દાઓની વિશદ્દ છણાવટ હાથ ધરવામા આવી હતી.

બેઠકમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિમાંશુ ગામીતે ‘વેક્સિનેશન’ બાબતે જનજાગૃતિ કેળવવામા FPS ઉપયોગી ભુમિકા અદા કરી શકે છે, તેમ જણાવ્યુ હતુ. બેઠકનુ સંચાલન કરતા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર પ્રકાશ માહલાએ કાર્યવાહીથી ઉચ્ચાધિકારીઓ અને સમિતિ સભ્યોને અવગત કરાવ્યા હતા.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી