શું તમે બટેટા નાં વિશેષ ફાયદા વિષે જાણો છો ?

બટેટાનું શાક તો દરેક લોકોને પસંદ હોય છે. તમે સાંભળ્યું પણ હશે કે તેના ઘણા લાભ થાય છે. પરંતુ બટેટાના રસને પીવામાં આવે તો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. બટેટા શાકની જેમ કે કોઇ વાનગી બનાવીને ખાવા ફાયદાકારક છે એટલો જ તેનો રસ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

કાચા બટેટાનો રસનું સેવન કરવું શરીરમાં થનારી ઘણી બીમારીઓ પર રોક લગાવે છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં તડકામાં ઘૂમવાના કારણે લૂ લાગી જાય છે ત્યારે બટાકાનો રસ ખૂબ જ ફાયદાકારક નિવડે છે.

કાચા બટેટાના રસને પાણીની સાથે રોજ અડધો કપ પીઓ અને ધ્યાન રાખો કે તેને ભૂખ્યા પેટ પીવું. તેનાથી તમને ગેસ બનવાની સમસ્યાથી રાહત મળશે જે આજકાલ એક સામાન્ય બની ગઇ છે.

બટેટાનો રસ તમને રોગ પ્રતિકારક ક્ષમતાને વધારશે. સાથે જ લિવર સંબંધી સમસ્યાઓનું નિરાકરણ કરી તમને બિલકુલ સ્વસ્થ રાખવા માટે પણ મદદગાર સાબિત થશે. તેના સેવન કરવા પર શરીરથી દરેક હાનિકારક તત્વોને બહાર નીકાળવામાં મદદ મળશે અને શરીરના દરેક અંગોની સ્વચ્છતા હશે.

 22 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર