September 23, 2021
September 23, 2021

મમતા દીદીનો ભાજપાને સણસણતો જવાબ, બંગાળને ગુજરાત નહીં બનવા દઉં

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલ રાજકીય રણ થમવાનું નામ જ નથી લઇ રહેલ. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, બીજેપી બંગાળને ગુજરાત બનાવવાની કોશિશ કરી રહેલ છે પરંતુ બંગાળ ગુજરાત નથી. મમતાએ મંગળવારનાં રોજ કોલકાતામાં ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની નવી મૂર્તિનું અનાવરણ કર્યુ.

મમતા બેનર્જીએ કહ્યું કે, હું રાજ્યપાલનું સમ્માન કરું છું પરંતુ દરેક પદની પોતાની એક સંવૈધાનિક સીમા હોય છે. બંગાળને બદનામ કરવામાં આવી રહેલ છે. જો આપ બંગાળ અને આની સંસ્કૃતિને બચાવવા ઇચ્છો છો તો સાથે આવો.

એટલું જ નહીં સીએમ મમતા બેનર્જીએ પહેલી વખત માન્યું કે રાજ્યમાં લોકસભા ચૂંટણી બાદ રાજકીય હિંસા થઇ છે. જો કે તેણે દાવો કર્યો કે આ હિંસામાં ભાજપના 2 કાર્યકર્તા જ મરી ગયા, જ્યારે તૃણમૂલના 10 કાર્યકર્તાઓના આ હિંસામાં મોત થયા. એટલું જ નહીં મમતા બેનર્જીએ રાજકીય હિંસાનો શિકાર બનેલા કાર્યકર્તાઓના પરિવારજનોને આર્થિક મદદ કરવાનું વચન પણ આપ્યું.

 17 ,  1