મમતા બેનર્જીને વધુ એક ફટકો, ખેલ મંત્રી – પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાએ રાજીનામું આપ્યું

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને વધુ એક જોરદાર ફટકો પડ્યો છે. અધિકારી બંધુઓ બાદ TMCના વધુ એક દિગ્ગજ નેતાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મમતા સરકારમાં મંત્રી રહી ચુકેલા અને પૂર્વ ક્રિકેટર એવા લક્ષ્મી રતન શુલ્કાએ પાર્ટીની જીલ્લાધ્યક્ષ પદ અને મંત્રી પદેથી રાજીનામું આપી દેતા TMCને વધુ એક ફટકો પડ્યો છે. શુક્લાએ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. 

લક્ષ્મી રતન શુક્લા ટીમ ઇન્ડિયા તરફથી ત્રણ વન-ડે રમી ચૂક્યા છે. આઈપીએલમાં તે કોલકાતા નાઇટ રાઇડર્સ, દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ રહ્યા છે. શુક્લાએ ગત વિધાનસભા ચૂંટણી પહેલા ટીએમસી જોઈન કરીને રાજનીતિક ઇનિંગ્સની શરૂઆત કરી હતી. બંગાળના હાવડા ઉત્તરથી તે ધારાસભ્ય બન્યા હતા. મમતા સરકારે ખેલ અને યુવા મામલાના મંત્રી બનાવ્યા હતા.

બતાવવામાં આવી રહ્યું છે કે પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લા રાજનીતિ છોડવા માંગે છે. જોકે તેમણે રાજીનામું શા માટે આપ્યું તે વિશે હાલ તેની જાણકારી આપવામાં આવી નથી.

બંગાળમાં એપ્રિલ-મે 2021માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવામાં શુક્લાના જવાથી પાર્ટીને ફટકો પડ્યો છે. આ પહેલા શુભેંદુ અધિકારીએ મમતા સરકારમાં મંત્રી પદથી રાજીનામુ આપીને બીજેપી જોઈન કરી હતી. આ સિવાય ટીએમસીના ઘણા ધારાસભ્યો અને સમર્થક પાર્ટીનો સાથ છોડી ચૂક્યા છે.

 20 ,  1