ભાગનગર અને સોમનાથે મારી સેન્ચુરી…..!

પેટ્રોલનો ભાવ ધનધનાધન પહોચ્યો 100ને પાર

દેશના ઘણા રાજ્યોમાં પટ્રોલના ભાવ 100 રુપિયાને પાર પહોંચી ગયો છે હવે જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવશે થયો છે. ગુજરાતમાં પણ પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી રહ્યો છે ગીર સોમનાથ બાદ હવે ભાગનગરમાં પણ પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે અને પાવર પેટ્રોલ 103 રૂપિયા લિટરની કિંમતે મળી રહ્યું છે.

ભાવનગરમાં આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100.22 પૈસા થઈ ગયો છે જ્યારે ડીઝલનો ભાવ 98.38 રૂપિયા પતિ લિટર જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે પેટ્રોલ ડીઝલના વધતા ભાવોને લઈ વિરોધ પક્ષ વિરોધ કરતી હોવા છતા સરકારે મૌન ધારણ કરી લીધું છે

આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ રૂપિયા 100ને પાર પહોંચી ગયું છે. જેને લઈ નાના વાહન ચાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવે માત્ર જરૂરિયાત મુજબ જ લોકો પુરાવી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ પણ 100 રૂપિયાની નજીક પહોંચ્યું છે.

દેશભરમાં દિન પ્રતિદિન પેટ્રોલ અને ડિઝલમાં કૂદકે ને ભૂસકે ભાવો વધી રહ્યા છે. ત્યારે નાના વાહન ચાલકો પરેશાન થયા છે. ગીરમાં પેટ્રોલએ રૂપિયા 100નો આંક વટાવી દીધો છે. ત્યારે મોંઘવારી પણ પેટ્રોલ ડીઝલના વધતા ભાવોને લઈ વધી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટ્યા હોવા છતાં પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. જે મધ્યમ અને નાના વર્ગના લોકો પર કમ્મર તોડ બોજો વધી રહ્યો છે. પેટ્રોલના વધતા ભાવને લઈ પેટ્રોલ પમ્પ માલિકો પણ ચિંતિત બન્યા છે. જોઈએ તેટલું પેટ્રોલનું વેચાણ થતું નથી. ભાગ્યે જ કોઈ વ્યક્તિ પોતાની બાઈક કે કારમાં ટાંકી ફૂલ કરાવે છે.

 11 ,  1