ભજીયાના શોખિનો હવે ખાતા ખાતા સમાચાર વાંચવા નહી મળે

આરોગ્યની દ્રષ્ટિએ ખાસ કાગળમાં આપવી પડશે ખાદ્ય સામગ્રી

અમદાવાદ સહિત ભારતમાં છાપાની પસ્તી પર ખાવાનું પ્રચલન ઘણું જૂનું છે પરંતુ એ રીતે સમાચાર પત્ર પર રાખીને ખાવું તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. જોકે આ વાતને લઈ મોટા ભાગના લોકો બેફિકર રહે છે. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર FDAએ સમાચાર પત્રમાં ખાવાની વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે.

મહારાષ્ટ્ર ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને એક આદેશ જાહેર કરીને ખાદ્ય સામગ્રી વેચનારાઓને કહ્યું છે કે, તેઓ ગ્રાહકોને ખાવાની વસ્તુ સમાચાર પત્રમાં લપેટીને ન આપે કારણ કે, છાપાના પ્રિન્ટિંગમાં જે સ્યાહીનો ઉપયોગ થાય છે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

FDAએ વિક્રેતાઓને વડાપાવ, પૌંઆ, મીઠાઈઓ, ભેળ વગેરે વસ્તુઓ છાપામાં લપેટીને ગ્રાહકોને આપવાની મનાઈ કરી દીધી છે. FDAએ પોતાના આદેશોમાં કહ્યું હતું કે, જે દુકાનદાર આ નિયમનું ઉલ્લંઘન કરતા પકડાશે તેના વિરૂદ્ધ ખૂબ જ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

FDAએ જણાવ્યું કે, છાપાના પ્રિન્ટિંગમાં વપરાતી સ્યાહી અનેક પ્રકારના કેમિકલની બનેલી હોય છે માટે તે જોખમી બની શકે છે. વિક્રેતાઓએ ખાવાની સામગ્રી છાપામાં આપવાનું બંધ કરી દેવું જોઈએ નહીં તો આકરી કાર્યવાહી કરવામાં આવશે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી