September 19, 2021
September 19, 2021

દારૂબંધી પર બોલ્યા ભરતસિંહ સોલંકી – ભાજપના જ મળતિયાઓ કમિશન લે છે

રાજકારણમાં દારૂબંધીનો મામલો ગરમાયો

રાજકારણમાં નિવેદનબાજીનો દોર ચાલતો રહેતો હોય છે ક્યારે કોઈ નેતાએ કરેલા નિવેદન બાજ રાજકારણમાં ગરમાવો આવી જતો હોય છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દારૂબંધીને લઈ કરેલા નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસના નેતાનું નિવેદન પણ સામે આવ્યું છે જેને લઈ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

બનાસકાંઠામાં કોંગ્રેસની કોવિડ ન્યાય યાત્રા સમયે પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજ્યમાં દારૂબંધીને લઈ ભાજપ પર આક્ષેપો કરતા કહ્યું હતું કે, રાજ્યમાં બરોકટોક દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ભાજપ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ બે મોઢાની વાત કરવા માટે ટેવાયેલા છે. જે દારૂના અડ્ડાઓ ચાલે છે તેમાં ભાજપના કાર્યકર્તાઓ જ મળતિયા તરીકે કમિશન ખાતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકારને આડે હાથ લીધી છે, ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે ભાજપ નેતાઓના નાક નીચે દારૂ વેચાય છે. દારૂઓના અડ્ડામાં ભાજપના કાર્યકરો કમિશન ખાય છે.

 …આવક ગુમાવવી પડે તો ગુમાવીશું – નીતિન પટેલ

ચાર દિવસ પહેલા નીતિન પટેલે દારૂબંધી વિશે પણ નિવેદન આપતા કહ્યું હતું કે, આપણું ગુજરાત દારૂબંધીને વરેલું છે. દારૂબંધી માટે રાજ્યએ મોટી આવક જતી કરવી પડે તો પણ અમે જતી કરવા તૈયાર છે. રાજ્યનું ગૃહવિભાગ દારૂબંધીના નિયમોના ઉલ્લંઘન પ્રત્યે કડક વલણ અપનાવે છે. આપ સૌને ખ્યાલ છે કે ગૃહ વિભાગની એક સિસ્ટમ છે કે જે -તે પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડાય તો ત્યાંના પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવે છે. તેમણે નિવેદન દરમિયાન ભાર આપીને કહ્યું હતું કે સરકાર દારૂબંધી માટે ટેક્ષની આવક પણ જતી કરવા તૈયાર છે.

 44 ,  1