શંકરસિંહ વાઘેલાની કોગ્રેસ વાપસીને લઇને ભરતસિંહ સોલંકીનું નિવેદન, જાણો શું કહ્યું..?

શંકરસિંહ અને ભરતસિંહ વચ્ચે સતત બેઠકોનો દોર

ગુજરાત રાજ્યની 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સક્રિય થયા છે. બીજી તરફ ભરતસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલાના સતત સંપર્કમા છે. ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠકોનો દોર યથાવત રીતે થયો છે. શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં લાવવા માટે ભરતસિંહ સોલંકી એક્ટિવ થયા હોવાનુ મનાય છે..ભરતસિંહ સોલંકી ગમે ત્યારે શંકરસિંહની કોંગ્રેસમાં ઘરવાપસી કરાવી શકે છે.

ભરતસિંહ સોલંકીનો નિવેદન સામે આવ્યું છે. શંકરસિંહ વાઘેલા સાથે બે વખત મુલાકાત થયાનો ભરતસિંહ સોલંકીએ સ્વીકાર કર્યો હતો. સોલંકીએ કહ્યું કે શંકરસિંહ વાઘેલાને લઇને હાઇકમાન્ડ ઝડપથી નિર્ણય કરશે. 2017માં રાહુલ ગાંધીની જેમ 2022માં પ્રિયંકા ગાંધી ગુજરાત ચૂંટણીમાં ધ્યાન આપશે.

બાપુ ફરી કોંગ્રેસમાં જોડાય તેવી વકી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ ગુજરાત કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા મજબૂત કરવા માટે કમર કસી છે. દિલ્હી હાઈ કમાન્ડ સાથે મુલાકાત બાદ ગુજરાતના રાજકારણમાં નવા જુની થવાના એંધાણ છે. ત્યારે ભરતસિંહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે ગઈકાલે બેઠક યોજાતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં શંકરસિંહ બાપુના ફરી કોંગ્રેસમાં પ્રવેશને લઈને બેઠક યોજવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. શંકરસિંહ ફરી કોંગ્રેસમાં જોડાય તે અંગે મંથન કરવામાં આવ્યું હતું. ભરતસિંહ સોલંકી થકી શંકરસિંહને કોંગ્રેસમાં લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જો કે, આ મામલે હજી સત્તાવાર રીતે કોંગ્રેસ દ્વારા કે બાપુ દ્વારા નિવેદન સામે આવ્યું નથી. તો બીજી તરફ ભરતસિંહ સોલંકીએ ઈશારો કર્યો છે કે શંકરસિંહના કોંગ્રેસમાં પ્રવેશ મામલે અંતિમ નિર્ણય હાઇકમાન્ડ લેશે.

 102 ,  3