ભારતીય નિકાસકારો ટ્રેડવોર અને BREXITની તકો માટે સુસજ્જ

Trade War

ભારત-ચીન ટ્રેડ વોર અને BREXITમાં ઊભરતી શક્યતાઓને કારણે ભારતીય નિકાસકારો બહારના બજારોમાં મોટી તકો શોધી રહ્યા છે.

આ અંગે કેપ ઇંડિયા 2019માં CHEMEXCILના ચેરમેન અજય કડકિયાએ જણાવ્યું કે, આયાત ડ્યૂટી ટેરિફ શાસન પછી, ભારતીય કંપનીઓએ યુ.એસ. કારોબારને ધ્યાનથી જોવું જોઈએ.

US એ ચીન પર લાદેલ ટેરિફના કારણે કેમિકલ્સ અને પ્લાસ્ટિકની નિકાસ માટે ભારત પણ યુએસ માર્કેટમાં હાજરી વધારવા તૈયાર છે. યુકેની રાસાયણિક અને દવાઓની નિકાસ આશરે 60 અબજ ડૉલર છે.

પ્લાસ્ટીક્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના જણાવ્યા અનુસાર ભારતની પ્લાસ્ટિકની નિકાસ આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ 11 અબજ ડૉલરની સપાટી પાર કરી શકે તેવી શક્યતા છે.

BREXIT પછી યુ.કે.નાપ્લાસ્ટિકની આયાત, જે 18 અબજ ડૉલર પ્રતિ વર્ષ યુએસ ડોલરની છે. ભારત માટે ખુલ્લી રહેશે.

 38 ,  3