September 27, 2020
September 27, 2020

ભરુચમાં ડબલ મર્ડર..!!! યુવક-યુવતીની હત્યા કરાયેલી હાલતમાં મળી લાશ

સેફાયર એપાર્ટમેન્ટ નજીકથી યુવક અને યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખભળાટ

ભરૂચ શહેર મકતપુર વિસ્તારમાં એક યુવક અને યુવતીની લાશ મળી આવતા ચરચાર મચી ગઇ હતી. પ્રથમ દ્રષ્ટિએ બન્નેની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કારણે શરીર પર ચાકુના ઘા હતા. હાલ ભરૂચ સી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ સેફાયર એપાર્ટમેન્ટ નજીક અવાવરૂ જગ્યાએથી મહિલા અને પુરુષના મૃતદેહ સ્થાનિકોના ધ્યાનમાં આવ્યાં હતાં. જેથી સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જાણ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરતાં મહિલા અને પુરૂષનો મૃતદેહ હોવાનું તથા મૃતદેહ નજીકથી ચપ્પુ પણ કબ્જે કર્યું હતું.

પ્રાથમિક તપાસમાં મૃતક યુવકનું નામ તુલસી સોલંકી અને યુવતીનું નામ અલકાબેન જગદીશભાઈ હોવાનું બહાર આવ્યું છે. તેમજ આ બંને મૃતકો રૂંગટા સ્કૂલની પાછળના વિસ્તારના રહેવાસી છે. બંનેના શરીર પર ઇજાના નિનશાન મળી આવ્યા છે. જોકે, આ તેમની કેમ હત્યા કરવામાં આવી છે અને આ જગ્યાએ તેમની લાશો કેવી રીતે પહોંચી તે કાંઇ જ જાણવા મળ્યું નથી. હાલ, તો પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

 78 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર