September 26, 2022
September 26, 2022

આવી તે કેવી GSTની લાપરવાહી! ઝૂપડપટ્ટીમાં રહેતા ડ્રાઇવરને 200 કરોડની કરચોરીની નોટિસ !

ભરૂચ શહેરની વસંતમિલની ચાલમાં રહેતાં અને ડ્રાયવિંગ કરી ગુજરાન ચલાવતાં યુવાનને જીએસટી વિભાગે 200 કરોડ રૂપિયાની કર ચોરીની નોટીસ ફટકારતાં ચકચાર મચી છે. ગરીબ યુવાનના નામે ભેજાબાજોએ ગોહીલ એન્ટરપ્રાઇઝ નામની આખી કંપની ઉભી કરી દીધી હોવાની વિગતો સપાટી પર આવી છે.

જ્યાં ગોહિલ એન્ટરપ્રાઈઝ (Gohil Enterprise)ની ગેરરીતિ માટે અધિકારીઓએ મહીને માત્ર 4000 રૂપિયા મહિને કમાનારા યુવકને પૂછપરછનાં સંકજામાં લીધો. મોટી કરચોરી કરનારા મોટામાંથી સુધી ન પહોંચી શકનારા અધિકારીઓએ પરિવારનું માંડ માંડ ગુજરાન ચલાવતા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા યુવકને ત્યાં દરોડા પાડ્યાં. જો કે, ટીમને વિલા મોંઢે પાછા ફરવું પડ્યું.

આ યુવક ભરુચ શહેરમાં ડ્રાઈવર તરીકે નોકરી કરીને મહિને છ હજાર રૂપિયા માંડ કમાઈ શકે છે અને આટલા પૈસામાંથી અહીં ઝુંપડપટ્ટીમાં રહેતા પોતાનાં પરિવારનું ભરણપોષણ કરે છે. તેની આવી કમજોર આર્થિક સ્થિતિથી તેનાં આડોશી પાડોશીઓ પણ માહિતગાર છે. પરંતુ જીએટી વિભાગનાં ઉચ્ચ અધિકારીઓને તે ગોહિલ એન્ટરપ્રાઈઝનો માલિક લાગી રહ્યો છે.

તપાસ કરવા આવેલી ટિમે ઝૂંપડપટ્ટીમાં રહેતા સુરેશને ગોહિલ એન્ટરપ્રાઇઝના નામથી ભાવનગરમાં ટ્રક અને ગ્રીન સિટીમાં 4 બંગલા છે તેમ જણાવતા સુરેશ હેબતાઇ ગયો હતો. હાલ તો સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે અને કોઇ ભેજા બાજો દ્વારા સુરેશ ગોહિલના દસ્તાવેજોના ઉપયોગથી સમગ્ર ઘટનાને અંજામ અપાયો હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સમગ્ર મામલો આગામી દિવસોમાં કંઈ દિશામાં જાય તે જોવું રહ્યું.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી