ભરૂચના MLA દુષ્યંત પટેલ ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ

મુખ્ય દંડક તરીકે પંકજ દેસાઈ અને રમેશ કટારા દંડક બન્યા

ગુજરાત વિધાનસભામાં ભાજપના દંડક તરીકે રમેશ કટારાની નિમણુંક કરવામાં આવી છે. રમેશ કટારા ફતેપુરાના ભાજપના ધારાસભ્ય છે. મુખ્ય દંડક તરીકે પંકજ દેસાઈ યથાવત રહેશે.

વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે દુષ્યંતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. 28 અને 28 સપ્ટેમ્બરના રોજ મળનાર વિધાનસભાની કાર્યવાહીમાં નવા અધ્યક્ષની વરણી દુષ્યંતભાઈ પટેલ કાર્યકારી અધ્યક્ષ તરીકે કરાવશે. કાર્યકારી અધ્યક્ષ નીમાબેન આચાર્યના રાજીનામા બાદ દુષ્યંત પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે નીમાબેન આચાર્ય અધ્યક્ષની ચૂંટણીમાં ઉભા રહેશે.

નવા મંત્રીમંડળમાં વિધાનસભાના અધ્યક્ષ ડો.રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવતા હાલ ગુજરાત વિધાનસભાનું સ્પીકર પદ ખાલી પડ્યું છે. જેને પગલે હવે સ્પીકરની ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાય એ પહેલા જ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષપદેથી ડો.નીમાબેન આચાર્યએ રાજીનામું આપી દીધું છે. જો નીમાબેન કાર્યકારી અધ્યક્ષપદે હોય તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણી ન લડી શકે માટે તેમણે રાજીનામું આપ્યું હોવાનું કહેવાઇ રહ્યું છે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી