ભરૂચના અસુરીયા જૈન આશ્રમ પાસે ટેમ્પોની ટક્કરે બે સાધ્વીના કરૃણ મોત નિપજ્યા છે. મળતી વિગત મુજબ, સવારે GJ 18 AZ 7901 નંબરની આઇસરે રસ્તા પર પસાર થઇ રહેલા આ બન્ને સાધ્વીજીને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો.
ટેમ્પોની ટક્કરે બન્ને સાધ્વીઓ હવામાં ફંગોળાઇ હતી જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ આસપાસ લોકો ભેગા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને કારણે જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે.
106 , 3