ભાવનગર : પત્નીને પિયર મૂકવા જતા યુવકનું અકસ્માતમાં મોત, 5 દિવસ પહેલા જ થયા હતા લગ્ન

પત્નીની નજર સામે જ પતિનું મોત, પત્નીને પિયર મૂકવા જતા નડ્યો અકસ્માત

ભાવનગરના વરતેજ પેટ્રોલ પંપ નજીક નવદંપતીને અકસ્માત નડ્યો હતો. ટ્રક અને એક્ટિવા વચ્ચે થયેલા ગમ્ખવાર અકસ્માતમાં કરુણાંતિકા સર્જાઈ હતી. જેમાં ઘટનાસ્થળે પત્નીની નજર સામે જ પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. અકસ્માતનો ભોગ બનેલા દંપતીના લગ્ન 5 દિવસ પહેલા જ થયાં હતાં. યુવક પત્નીને પિયર મૂકવા જતો હતો તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.

ભાવનગરના સિહોરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા આશિષભાઈ બહાદુરભાઈ માવડીયા (ઉં.વ.29) અને તેમના પત્ની જયશ્રીબેન આશિષભાઈ માવડીયા એક્ટિવા પર સિહોરથી ભાવનગર તરફ આવી રહ્યાં હતાં. ત્યારે વરતેજ પેટ્રોલ પંપ નજીક ટ્રક સાથે અકસ્માત થતાં આશિષભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પત્ની જયશ્રીબેનને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

ઘટનાની કરૂણતા એ છે કે આશિષભાઈ અને જયશ્રી બેનના લગ્ન 5 દિવસ પહેલા જ થયા હતા. આશિષભાઈ તેમના પત્ની જયશ્રીબેનને તેમના પિયર ભાવનગરના હાદાનગર મૂકવા આવી રહ્યાં હતા. ત્યારે આ અકસ્માત થતાં આશિષભાઈનું મોત નીપજ્યું હતું. જેને લઈને પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ઘટનાને પગલે પોલીસ દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

 41 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર