અમદાવાદમાં ભાવનગર પોલીસની ગાડી દ્વારા સર્જાયો જીવલેણ અકસ્માત

તાજેતરમાં અમદાવાદથી મળતી માહિતી મુજબ અમદાવાદના બાપુનગર હિરા વાડી વિસ્તારમાં ભાવનગરની પોલીસ ગાડી દ્વારા જીવલેણ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મૃત્યું થયું છે, તેમજ 2 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઉલ્લેખનીય છે કે આ ગાડીમાં સવાર પોલીસ કર્મીઓ દારૂનું સેવન કરેલું હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ગાડીની ડેકી માંથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી છે. તેમજ આ અકસ્માત સર્જી ગાડીમાં સવાર પોલીસ કર્મીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે.

અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિક પોલીસ જાણે કે અકસ્માત સર્જનારને છાવરી રહી હોય એમ સ્થાનિકોને વીડિયો ઉતરતા રોકવામાં પણ આવ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ વિરૂદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરે છે?? અને કઈ કલમ હેઠળ ગુનો નોંધે છે..?

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી