ભાવેણાની ધરતીનો સપૂત જમ્મુ-કાશ્મીરમાં શહીદ

ભાવનગર જિલ્લાના વલ્લભીપુરનાં કાનપર ગામના આર્મી જવાન દિલીપસિંહ ડોડીયા જમ્મુ કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં શહીદ થયા છે. તેમનો પરિવાર હાલ કાશ્મીરમાં સ્થાયી છે. હાલ તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી વિગત મુજબ, જમ્મુ કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં દિલીપસિંહ ડોડીયા આર્મીનાં જવાનો સાથે પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. તે દરમિયાન તેમની વાન અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતમાં જવાન દિલીપસિંહ ડોડીયાને ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

શહીદ દિલીપભાઇ ડોડીયાને ત્રણ બહેનો છે. તેઓ ત્રણ બહેનોના સૌથી નાના ભાઇ હતાં. શહીદ દિલીપભાઇ પત્ની અને બે વર્ષની બાળકી સાથે જમ્મુ કાશ્મીરમાં રહેતા હતાં. પરિવારનાં માથા પરથી છત્રછાયા અચાનક જતી રહેતા પરિવાર દુખમાં સરી પડ્યો છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી