ભાવનગર: રતનપર ગામની કેરી નદી બની આ પરિવાર માટે વેરી, 5 લોકોના મોત

વલ્લભીપુર તાલુકાના રતનપર ગામે નદીમાં નાહવા પડેલા 5 લોકોના પાણીમાં ડૂબી જવાને કરાણે મોત થયા છે. જૂના રતનપર ગામના દેવીપૂજક સમાજના ખેત મજૂરી કામ કરીને કેરી નદીમાં નાહવા પડ્યા હતા. તે દરમિયાન એક વ્યક્તિ ખાડામાં ગરકાવ થઇ જતા તેને બચવા જતા અન્ય ચાર લોકોના પણ મોત થયા હતા. એક જ પરિવારના એક આધેડ, બે યુવતીઓ, એક યુવક અને એક 13 વર્ષનું બાળક સહિત 5ના મોત થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સમગ્ર ઘટનાની જાણ 108ની ટીમને થતાં તેઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન 108ની ટીમે 4 વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ભાવનાબેન સોલંકીના શ્વાસ ચાલુ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. .મૃતકમાં 2 સગાભાઈ, 2 બહેન સહિત કુલ 5નાં મોત થયા છે.હાલ પાંચેયના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી