મોદી દ્વારા આજે ભવ્યકાશી દિવ્યકાશીનું રાષ્ટ્રને અર્પણ કરશે

હજારો સંતો મહંતો- મુખ્યમંત્રીઓ પ્રસંગના બનશે સાક્ષી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કરશે. કાશી વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણ માટે આવી રહેલા પીએમ મોદીના સ્વાગત માટે બનારસની કળા અને સાંસ્કૃતિક વારસાને દર્શાવનારી વિશાળ વોલ પેન્ટિંગ બનાવવામાં આવી છે અને કાશી વિશ્વનાથ મંદિર સ્થળની આજુબાજુ અનેક ઈમારતોને રોશન કરાઈ છે. PM મોદીએ 2014ની ચૂંટણીમાં વારાણસી લોકસભા સીટથી નામાંકન કર્યા બાદ નિવેદન આપ્યું હતું કે મા ગંગાએ બોલાવ્યો છે. મા ગંગા અને કાશી સંલગ્ન સૌથી મોટું વચન પીએમ મોદી 13 ડિસેમ્બરે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કરીને પૂરું કરવા જઈ રહ્યા છે.

11 અર્ચકો સાથે થશે બાબાનો અભિષેક
અત્રે જણાવવાનું પીએમ મોદીના કાશી આગમન બાદ સૌથી પહેલા કાશીના કોટવાલ કાળ ભૈરવ મંદિરમાં પૂજા અર્ચના કરશે. પીએમ મોદી હેલિકોપ્ટરથી ગંગા નદીના કિનારે ઉતરશે. પીએમ મોદી ક્રૂઝથી લલિતા ઘાટ પહોંચશે. લલિતા ઘાટથી કળશમાં ગંગાજળ લઈને કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં જશે. 11 અર્ચકો સાથે પીએમ મોદી બાબા વિશ્વનાથનો જળાભિષેક કરશે. બાબા વિશ્વનાથની પૂજા અર્ચના કર્યા બાદ પીએમ મોદી કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કરશે.

કાશીમાં ગંગા આરતી કરશે પીએમ મોદી
પીએમ મોદી કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કરીને DLW ગેસ્ટ હાઉસ જશે. સાંજે 5.30 વાગ્યાની આસપાસ પીએમ મોદી રવિદાસ ઘાટ પહોંચશે. જ્યાંથી ક્રૂઝથી દશાશ્વમેઘ ઘાટ જશે. અહીં પીએમ મોદી ગંગા આરતીમાં સામેલ થશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ગંગા આરતીમાં સામેલ થશે. એ વાતની સંભાવના છે કે ગંગા આરતી બાદ ક્રૂઝ પર જ પીએમ મોદી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ દરમિયાન આતિશબાજી અને લેઝર શો જેવા કાર્યક્રમો થશે. ત્યારબાદ પીએમ મોદી DLW ગેસ્ટ હાઉસ જવા રવાના થશે.

વારાણસીમાં પીએમ મોદીનો કાર્યક્રમ

  • 12:00 PM થી 12:10 PM સુધી દર્શન-પૂજા કાળ ભૈરવ મંદિર
  • 1:00 PM થી 1:20 PM સુધી દર્શન-પૂજા શ્રી કાશી વિશ્વનાથ મંદિર
  • 1:25 PM થી 2:25 PM સુધી-શ્રી કાશી વિશ્વનાથ ધામનો લોકાર્પણ કાર્યક્રમ
  • 2:30 PM થી 3:50 PM સુધી- રસ્તામાં વિભિન્ન ભવનોનું નીરિક્ષણ
  • 3:50 PM વાગે- પ્રસ્થાન, રવિદાસ પાર્કથી DLW ગેસ્ટ હાઉસ
  • 4:00 PM વાગ્યાથી 5:30 PM સુધી- DLW ગેસ્ટ હાઉસમાં સમય આરક્ષિત
  • 6:00 PM થી 8:45 PM સુધી- આરક્ષિત, (ગંગા આરતી અને બેઠક)- રવિદાસ પાર્ક જેટ્ટી
  • 9:10 PM વાગે- આગમન, DLW ગેસ્ટ હાઉસ, વારાણસી

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી