આ રીતે ભીમે હજારો હાથીનું બળ મેળવ્યું…

મહાભારતમાં એવા કેટલાએ યોદ્ધા હતા, જે ખુબ શક્તિશાળી હતા. તેમનો મુકાબલો કરવાનો મતલબ મોતને દાવત આપવું. આવા જ એક યોદ્ધા હતા પાંડુ પુત્ર ભીમ. કહેવાય છે કે, ભીમની અંદર 10000 હાથીનું બળ હતું. પરંતુ શું તમે જાણો છો કે, એક સાધારણ માણસની જેવા દેખાતા ભીમની અંદર આટલી શક્તિ આવી ક્યાંથી. આ રહસ્ય વિશે બહુ ઓછા લોકોને માહિતી હશે.

બાળપણમાં ભીમ ધૃતરાષ્ટ્રના પુત્રોને રમતમાં હરાવી દેતો હતો. જેનાથી દુર્યોધનના મનમાં દુર્ભાવના જાગી અને ભીમને મારવાની યોજના બનાવી. એક વખત દુર્યોધનને તક મળતા ભીમના ભોજનમાં ઝેર ભેળવી દીધું. અને ત્યાર બાદ ભીમને ગંગા નદીમાં ફેંકી દીધો.

નદીમાં સાપોએ ભીમને ખૂબ દંશ દીધા . જેના કારણે ભીમની અંદર ઝેરની અસર ઓછી થઈ ગઈ. જ્યારે ભીમને હોશ આવ્યો તો તે સાપને મારવા લાગ્યો. સાપો ડરીને નાગરાજ વાસુકિ પાસે ગયા અને સમગ્ર વાત જણાવી.

વાસુકિએ ભીમને સાપને ન મારવા માટે વિનંતી કરી અને વરદાન રૂપે તાકાત આપવા માટે કોઈ વનસ્પતિનો રસ પીવા માટે આપ્યો. આ રસને પીધા બાદ ભીમમાં હજારો હાથીઓનું બળ આવી ગયું.

 49 ,  3