September 21, 2020
September 21, 2020

‘લાઉડ સ્પીકરથી વધુ ફેલાય છે કોરોના …’ ભુજ મામલતદારનું વિચિત્ર ફરમાન

લાઉડ સ્પીકરના કારણે વધે છે કોરોનાનું સંક્રમણ, નહીં મળે પરવાનગી..!

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ભુજના મામલતદારનું વિચત્ર ફરમાન સામે આવ્યું છે. ભુજના મામલતદારના મત મુજબ, લાઉડ સ્પીકરથી વિષાણુ નીકળે છે. જેનાથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.

ભુજના દિૃધામેશ્વર મહાદેવ મંદિર દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગની મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી. શ્રાવણ મહિનામાં પૂજા-અર્ચના માટે ભુજ તંત્ર પાસેથી લાઉડ સ્પીકરના ઉપયોગની મંજૂરી માંગવામાં આવી હતી. ત્યારે આ મામલે ભુજના મામલતદારે વિચિત્ર કારણ આપીને પરવાનગી આપી ન હતી. આ મામલે મામલતદારે જણાવ્યું હતું કે, લાઉડ સ્પીકરમાંથી વિષાણુ નીકળે છે અને તેના કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે છે. આ માટે તેનો ઉપયોગ કરવાની છૂટ આપી શકાય નહીં.

ભુજના મામલતદારે લાઉડ સ્પીકરના ઉપયોગ કરવાની એક અરજી એવું કહીને ઠુકરાવી દીધી હતી કે, લાઉડ સ્પીકરમાંથી વાયરસ નીકળે છે. આથી તેનાથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આ માટે તેના ઉપયોગની છૂટ આપી શકાય નહીં.

 148 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર