મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે….

વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે દુબઈમાં કરશે રોડ શો

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન ખળભળાટ ફેલાવ્યો છે. જામનગર શહેરથી રાજ્યમાં ઓમિક્રોનનો પગપેસરો થઈ ગયો છે. બીજી બીજુ સરકાર ગુજરાતમાં વાયબ્રન્ટને લઈને તડામાર તૈયારીઓ પણ કરી રહી છે. જેના પગલે રાજ્યના મુખ્યમંત્રી આવતી કાલથી 2 દિવસ દુબઈ પ્રવાસે જવાના છે. જ્યાં મુખ્યમંત્રી વાયબ્રન્ટ ગુજરાતને લઈ રોડ શો કરશે. જણાવી દઈએ કે રોડ શો દરમ્યાન ઉધોગ મંત્રી જગદીશ પંચાલ, મુખ્ય સચિવ પંકજ કુમાર, સહિત ડેલીગેશન મુખ્યમંત્રીની સાથે હાજર રહેશે. નોંધનીય છે કે, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ તેમનો પ્રથમ વિદેશ હશે.

8 અને 9 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશના પ્રવાશે છે. 8મી ડિસેમ્બરે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને દુબઈમાં રોડ શોનું આયોજન છે. 9 ડિસેમ્બરે ડેગીલેશન પરત ફરશે. જો કે ઓમીક્રોન ગાઈડ લાઇન પ્રમાણે CM સહિત ડેલીગેશન ગુજરાત આવશે ત્યારે તેમના પણ RTPCR ટેસ્ટ થશે.

જણાવી દઈએ કે ગુજરાતને મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ઉત્તરોતર નવા રેકોર્ડ સ્થાપી રહી છે. આ સમિટની ફળશ્રૃતિએ ગુજરાત ગ્લોબલ બિઝનેસ હબ અને નેટવર્કીંગ પ્લેટફોર્મ બન્યું છે તેમાં આગામી 10મી વાઇબ્રન્ટ સમિટ 2022 “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”ની થીમ સાથે યોજાશે.

ઉલ્લેખનીય છે કે, આગામી જાન્યુઆરી 2022માં તા. 10થી 12 દરમ્યાન યોજાનારી આ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારીઓ રૂપે ગુજરાત સરકાર સાથે આ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારોએ રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે સુચિત રોકાણો અંગેના 12 જેટલા MOU ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતા.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી