RTEમાં પ્રવેશ અને ફીમાં રાહત મામલે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું મોટું નિવેદન

કોઈપણ વિદ્યાર્થી ધોરણ 11ના પ્રવેશથી વંચિત નહીં રહે – શિક્ષણ મંત્રી

આજે સ્કાઉટ ભવન ખાતે પ્રતિબદ્ધતા સન્માન કાર્યક્રમમાં શિક્ષકોના સન્માન માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં તેમણે શિક્ષકોનુ સન્માન કર્યું હતું. ધોરણ 11માં પ્રવેશ ન મળવા અંગે તેમણે કહ્યું હતું કે કોઈપણ વિદ્યાર્થી ધોરણ 11ના પ્રવેશથી વંચિત નહીં રહે. ગ્રાન્ટ ઇન શાળાઓમાં જે સ્કૂલોનો શિક્ષકોને હાજર નહીં કરે તેમની સામે કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યું હતું. 

તેમણે કહ્યું હતું કે, 2938 શાળાઓમાંથી પાંચથી છ શાળાઓની ફરિયાદ અમારી સામે આવી છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાન્ટઇન સ્કૂલોમાં કેટલીક સ્કૂલો શિક્ષકોને હાજર નથી કરતી. સરકારે નિમણૂક કર્યા બાદ પણ હાજર ન કરતી સ્કૂલો પર કાર્યાવહી થશે. આધુનિક શિક્ષણ સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરાયું છે. અંગ્રેજી માધ્યમમાં પણ જુનિયર સિનિયર કેજીને લગતો અભ્યાસક્રમ સરકારી શાળામાં પ્રસિદ્ધ કરવાનું કામ AMCએ કર્યું. AMCનું આ કામ ધન્યવાદને પાત્ર છે. 

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્કૂલ ફી મામલે જણાવ્યું હતું કે, સ્કૂલ ફીમાં રાહત મામલે ટૂંક સમયમાં અમે યોગ્ય નિર્ણય લઇશું. કોલેજના વિદ્યાર્થીઓને બે વર્ષથી ટેબ્લેટ મળ્યા નથી ત્યારે વિદ્યાર્થીઓને ટેબ્લેટ ના મળવા મામલે શિક્ષણ મંત્રીએ લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે, બે વર્ષ બાદ પણ ટેબ્લેટ આપવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. તો બીજી તરફ RTE માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે RTE મામલે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, એક પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહીં રહે. જરૂર પડશે તો ઓનલાઇન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરાશે.

પ્રતિબદ્ધતા સન્માન કાર્યક્રમમાં હાજર રહેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે, આધુનિક શિક્ષણ બાળકોને મળી રહે એ માટે સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ કરાયું છે. AMC સંચાલિત સ્કૂલના શિક્ષકો ધન્યવાદને પાત્ર છેઅંગ્રેજી માધ્યમના જુનિયર અને સિનિયર કે.જી.ને લગતો અભ્યાસક્રમ સરકારી શાળામાં પ્રસિદ્ધ કરવાનું કામ શિક્ષકોએ જાતે જ કર્યું છે. ધોરણ 11ના પ્રવેશને લઈને શિક્ષણમંત્રીએ જાહેરાત કરી હતી કે, એક પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહિ રહે. કોઈ વિદ્યાર્થીઓ ચિતા કરવાની જરૂર નથી. શિક્ષણથી કોઈ વંચિત નહિ રહે.

 54 ,  1