મહિસાગરમાં ભુવાની પ્રેમલીલા, વિધિના ચક્કરમાં પરિવારની દીકરી ગુમ

તાંત્રિક વિધિ કરી યુવતી ફસાવી હોવાનો પરિવારનો આક્ષેપ

ગુમ દીકરીએ ભુવા સાથે કોર્ટમાં કર્યા મેરેજ, વીડિયોમાં કર્યો ખુલાસો

મહીસાગર જીલ્લામાં તાંત્રિક વિધિ કરી યુવતી ફસાવી ગુમ કરી હોવાનો પરિવારે આક્ષેપ લગાવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જોકે, હવે યુવતીએ વીડિયો વાયરલ કરીને આ મુદ્દે મોટો ધડાકો કર્યો છે. યુવતીએ ભુવા સાથે કોર્ટ મેરેજ કર્યાની હકીકત આવી સામે આવી છે. કોર્ટ મેરેજ સર્ટી સાથે યુવતીએ વિડીયો કલીપ વાયરલ કરી અપ્યો ખુલાસો આવ્યો છે. ભુવાએ તાંત્રિક વિધિ કરી હોવાના પરિજનો દ્વારા લગાવવામાં આવેલ આરોપને યુવતીએ નકાર્યા છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડાના કોલવણ ગામમાં રહેતી યુવતી ગુમ થઇ હોવાની ફરિયાદ ઉઠી હતી. જેમાં ગરિયા ગામે રહેતો અને ભુવાનું કામ કરતો ધર્મેન્દ્ર પટેલે યુવતીને પસાવીને ગુમ કરી હોવાના આરોપ પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યા હતા. પરિવાર દ્વારા ધર્મેન્દ્ર પટેલ પાસેથી તાંત્રિક વિધિ કરાવવામા આવી હતી. ભુવો તાંત્રિક વિધિ કરવા માટે યુવતીને ઘરે લઈ ગયો હતો. તેના બાદથી પરિવારની દીકરી ગુમ થઈ હતી. પરિવાર દ્વારા આક્ષેપ કરાયો છે કે, ભુવા દ્વારા સગીર યુવતીને ગુમ કરવામાં આવી છે.

જો કે બાદમાં ખુજ યુવતીએ એક વીડિયો વાયરલ કરી પરિવાજનોના આક્ષેપોને ફગાવ્યા છે. યુવતીએ ભુવા સાથે  કોર્ટ મેરેજ કર્યાની કબૂલાત કરી છે. કોર્ટ મેરેજ સર્ટી સાથે યુવતીએ વિડીયો કલીપ વાયરલ કરી અપ્યો ખુલાસો આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્ર પટેલ છેલ્લા 2 વર્ષથી આસપાસના ગામમાં તાંત્રિક વિધિના બહાને લોકોને ભેગા કરે છે, અને તેમને શ્રદ્ધાના નામે મૂર્ખ બનાવે છે. ત્યારે સગીરાના પરિવાર દ્વારા ભુવા સામે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે. 

 81 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી