ભારતને બીજો ઝટકો, ભુવનેશ્વર 2-3 મેચમાંથી બહાર

16 જુને ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રમાયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચમાં ભારતની શાનદાર જીત થઈ હતી. પણ આ મેચમાં ભારતીય ટીમનો ખાસ બોલર ભૂવેનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થયો હતો. બોલિંગ નાખતાં સમયે સ્નાયુ ખેંચાઈ જવાને કારણે તે મેચમાંથી બહાર થઈ ગયો હતો.

ટીમ ઈન્ડિયાની જીત બાદ વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં સમયે કહ્યું કે, ભુવેનેશ્વરની ઈજા અંગે માહિતી આપી હતી. અને ઈન્ડિયન ફેન્સને ખરાબ સમાચાર આપતાં કહ્યું હતું કે, સ્નાયુ ખેંચાઈ જવાને કારણે ભુવનેશ્વર આગામી 2-3 મેચ રમી શકશે નહીં. હવે ભુવી ટીમમાંથી બહાર થઈ જતાં શમીને ટીમમાં સ્થાન મળી શકે છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી