બિચારો સૌરવ, હાર્ટ માટે સલામત તેલની જાહેરાત કરી અને પોતે જ ફસડાઇ પડ્યા…!?

અદાણીના ખાદ્યતેલની જાહેરાત કરનાર ગાંગૂલીને આવ્યો હાર્ટનો એટેક…!!

અદાણીએ ફોર્ચ્યુન તેલની સૌરવ સાથેની જાહેરખબરોને કહ્યું-સ્ટોપ ..!

ભિષ્મપિતામહનો કેસર કા સવાલઃ અજય દેવગન અને શાહરૂખ ગુટકા ખાય છે ખરાં..?

મુકેશ ખન્ના કહે છે- સોનીનો કપિલ શર્મા શો અભદ્ર અને અશ્લિલ, હાજર નહીં રહું…..

રાજકારણમાં દીદી સામે દાદા મેદાનમાં ઉતરે તે પહેલા જ-દિલ કા દૌરા….!!

લક્સ સાબુથી કેટલી મહિલાઓની ત્વચા ગોરી..ગોરી.. થઇ…?

(નેટડાકિયા-ખાસ અહેવાલ)

21મી સદીને એકવીસમુ બેઠુ છે. બે દાયકા પૂરા થયા છે. 21મી સદીમાં નવી નવી ટેકનોલોજી બજારમાં આવી રહી છે. આજની સદી અને અગાઉની સદી એમ સદીઓથી કોમન મેન-સામાન્યજનને ગ્રાહક સમજીને વેચાણ કંપનીઓ, પેઢીઓ, દુકાનદારો ટાર્ગેટ ગ્રાહક સુધી પહોંચવા વિવિધ માધ્યમોનો આધાર લે છે. પોતાની પ્રોડક્ટ પ્રત્યે લોકોમાં કે ગ્રાહકોમાં વિશ્વાસ જાગે તે માટે સેલેબ્રીટીની મદદ લેવાય છે. જેમાં ફિલ્મી કલાકારોનો સૈથી વધુ ઉપયોગ થયા છે. ખતરોં કે ખીલાડી અને કેસરીસિંહ અક્ષયકુમાર વોશિંગ પાવડરના વિજ્ઞાપનમાં પણ જોવા મળે છે. શાહરૂખ પણ પાછળ નથી. રીતિક રોશન, રણબીર અને રણવીર સહિત આલિયા અને આલિયાની મમ્મી સમાન હેમામાલિની પાણીની જાહેરાતમાં આવે છે.

2014 પછી જેમની પ્રોડક્ટમાં જબરો ઉછાળો આવ્યો એ પતંજલિની જાહેરખબરમાં ખુદ બાબા રામદેવ સેલેબ્રીટી બનીને પોતાની જ પ્રોડક્ટનું પોતે જ પ્રચાર કરે છે અને પ્રચાર માટે કોઇ બીજાને આપવા પડતાં લાખો કે કરોડો રૂપિયાની બચત કરે છે. તાજેતરમાં જ જૈફ વયે જેમનું નિધન થયું તે એમડીએચ મસાલાના વિજ્ઞાપનમાં મસાલાના માલિક વિજ્ઞાપનમાં આવતા હતા. બોલીવુડમાં જે અભિનેત્રી સફળ થાય કે તરત જ લક્સ સાબુવાળા તેને વિજ્ઞાપનમાં લઇ લેતા. લક્સ સાબુથી કેટલી મહિલાઓ પેલી વિજ્ઞાપનમાં પ્રચાર કરતી અભિનેત્રીની જેમ ગોરી ત્વચાવાળી બની એ તો તેઓ જ જાણે પણ બુરે ફસે ઓબામા ફિલ્મની જેમ એક ખાદ્ય તેલની જાહેરખબરમાં આવનાર ક્રિકેટર સૌરવ ગાંગુલી બિચારો કૂટાઇ ગયો…!!..

કિસાન આંદોલનમાં ખેડૂત સંગઠનોએ જે કોર્પોરેટ કંપનીઓ સામે આંગળી ચિધી છે તેમાં એક ગૌતમ અદાણીની કંપનીઓ પણ છે. ખેડૂતોના આરોપથી અદાણીને અસર થઇ કે ના થઇ એ તો અદાણી હાઉસ જાણે પણ સૌરવને કારણે અદાણીની એક કંપનીને એવી અસર થઇ કે અદાણી વિલ્માર દ્વારા બનાવવામાં આવતા ફોર્ચ્યુન રાઇસ બ્રાન કૂકીંગ તેલ આરોગ્ય માટે, હાર્ટ માટે સુરક્ષિત છે અને તેનાથી હાર્ટએટેક આવતો નથી એવો દાવો કરતી વિજ્ઞાપન અટકાવી દેવામાં આવી છે. કારણ…? જે ખાદ્યતેલને હાર્ટ માટે સુરક્ષિત અને હેલ્ધી હોવાનો સૌરવ ગાંગીલી દાવો કરે છે એ સૌરવ પોતે જ હાર્ટએટેકનો ભોગ બન્યા અને તાતકાલિક ઓપરેશન કરવામાં આવ્યુ અને 3 સ્ટેન્ટ બેસાડવામાં આવ્યાં…!!

સોશ્યલ મિડિયા પછી કાંઇ બાકી રાખે….? ખટ…ખટા ખટ…ખટ…ખટા ખટ.. સૌ મચી પડ્યા. સૌરવની મજાક ઉડાડવામાં આવી. જે તેલ હાર્ટ માટે સલામત છે એ તેલની હિમાયત કરનાર પોતે જ હાર્ટ એટેકમાં ફસકી પડ્યો….!!

બની શકે કે સૌરવ કે કોઇપણ સેલેબ્રીટી જે પ્રોડક્ટની જાહેરાત કરે છે તેઓ એનો ઉપયોગ નહીં જ કરતાં હોય. કેસરયુક્ત ગુટકાની જાહેરાત અજય દેવગન કરે છે પણ તેઓ પોતે પાનમશાલા ગુટકા ખાતા નથી. ધ ઓલ થીંગ ઇઝ ધેટ કે ભૈયા.. સબ સે બડા રૂપૈયા…..ની જેમ દેવગન અને ગાંગૂલી પૈસા માટે વિજ્ઞાપનમાં પોતાનો ઉપયોગ થવા દે છે. અમિતાભ પણ રૂપિયા માટે અને ટાઇમપાસ માટે નાના બાળકોના વિજ્ઞાપનમાં પણ આવે છે.

સૌરવ પણ અદાણીની જે તેલને હાર્ટ માટે સલામત ગણાવે છે તેનો વપરાશ પોતે નહીં જ કરતાં હોય, એ પણ પૂરવાર થયું. કેમ કે જો તેમ હોત તો તેમને હાર્ટનો એટેક આવ્યો ના હોત. ખાદ્યતેલની જાહેરાતમાં સામાન્ય રીતે મહિલા ગૃહીણી આવતી હોય છે. બંગાળીબાબુને આ વિજ્ઞાપનનું કામ કોને અને ક્યારે મળ્યું તે કોઇ સંશોધનાત્મક પત્રકારત્વ માટે એક સ્ટોરી હોઇ શકે….!!

સૌરવ 48 વર્ષનો છે. ક્રિકેટનો સારો ખેલાડી છે. અને ફીટનેસ માટે સજાગ અને સક્રિય છે. તેઓ જીમમાં ફીટનેસ રહેવા માટે કસરત હતા અને કસરત કહેતા જીમ કરતાં કરતાં ફસડાઇ ગયા અને પછી જાહેર થયું કે બાબુમોશાયને હૃદય રોગનો હુમલો થયો છે…!!

સોશ્યલ મિડિયામાં સૌરવ અને વિજ્ઞાપનની મજાક થતાં અદાણી કંપની માટે વિજ્ઞાપનનું કામ કરનાર એજન્સી ઓગીલ્વી એન્ડ મેથરને હેલ્ધી તેલ સાથેની સૌરવના વિજ્ઞાપનો અટકાવી દેવામાં આવ્યાં છે અને જેમને હાર્ટએટેક ના આવે એવા સેલેબ્રીટીની શોધ અને ખોળ ચાલી રહી છે. નોંધનીય છે કે અદાણી કંપની આ તેલ આયાત કરીને પોતે પેકિંગ કરીને વેચે છે. જાન્યુ.2020માં સૌરવને અદાણીની આ પ્રોડક્ટની વિજ્ઞાપનમાં કામ કરવાની તક મળી હતી.

ફિલ્મી કલાકારો કે સૌરવ જેવી સેલેબ્રીટી જે ચીજવસ્તુનો પ્રચાર કરે છે તેની ગુણવત્તા અંગે તેઓ કેટલા સભાન છે અને હાનિકારક પ્રોડક્ટનો પ્રચાર શા માટે કરવો જોઇએ એવો સવાલ શક્તિમાન ફેમ મુકેશખન્નાએ અજય દેવગન અને શાહરૂખને કર્યો ત્યારે દેખીતી રીતે જ કાજોલ દેવગન અને ગૌરીખાનને નહીં ગમ્યું હોય….!!

મુકેશ ખન્નાએ મહાભારત ટીવી સિરિયલમાં ભિષ્મપિતામહની યાદગાર ભૂમિકા નિભાવી છે. મહાભારતની ટીમના કલાકારોને કપિલ શર્મા શોમાં બોલાવવામાં આવ્યાં ત્યારે મુકેશખન્નાએ એ શોમાં હાજરી આપવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે શોને અશ્લિલ અને અભદ્ર ગણાવીને આ શો હલકા પ્રકારનો હોવાનો દાવો કર્યો હતો.

મુકેશ ખન્નાનો એક સવાલ વિચારવા જેવો ખરો કે અજય દેવગન અને શાહરૂખ જે પાનમસાલા ગુટકાનો પ્રચાર કરે છે એ ગુટકા તેઓ પોતે ખાય છે ખરા…? જાહેર છે કે આ પાનમસાલા ગુટકા આરોગ્ય માટે હાનિકારક છે અને પ્રોડક્ટ પર તેની ચેતવણી પણ છપાય છે. તેમ છતાં અજય અને શાહરૂખ તેનો પ્રચાર કરે છે તો ઇરાદો એક જ છે- સબ સે બડા રૂપૈયા….!! ગુટકાની એડમાં તેમને જોઇને કોઇ ગુટકા ખાય તો શરીર ખાનારનું ખરાબ થવાનું છે…અજય દેવગન કે શાહરૂખનું નહીં…!!

ઓવર ટુ સૌરવ પર આવીએ તો સૌરવને હવે આ ખાદ્યતેલના વિજ્ઞાપનથી દૂર રખાશે અને બીજી કોઇ પ્રોડક્ટ જેમ કે અદાણી એગ્રી કંપનીના વિજ્ઞાપનમાં ઘઉંની છેલી લઇને કહેશે- તંદરસ્તી કે લિયે ખાઇએ અદાણી આટા…!!

અને હાં, એક વાત એ પણ ચાલી હતી કે સૌરવ ભાજપમાં જોડાય છે અને બંગાળની ચૂંટણીમાં ભાજપના ચહેરા તરીકે જોવા મળશે. આ સંદર્ભમાં જોઇએ તો સૌરવના હાર્ટએટેક પછી મમતાની પાર્ટીનો કોઇ આખાબોલા પ્રવક્તા બોલશે- દેખા…દીદી સે ટક્કર લેને કા અંજામ…! અભી તો મેદાન મેં ઉતરે હી નહીં ઔર દિલ કા દૌરા….? આગે આગે દેથો હોતા હૈ ક્યા…!

-દિનેશ રાજપૂત

 52 ,  1