તો અમેરિકાની ‘ફર્સ્ટ લેડી’ કોઇ ભારતીય સન્નારી હોત…

બાઇડન કહે છે મારે ભારતીય યુવતી જોડે કરવા હતા લગ્ન – પણ હવે શું થાય..

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન વચ્ચે વ્હાઇટ હાઉસમાં પહેલી મુલાકાત દરમિયાન મજાક મસ્તી પણ થઈ હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન વચ્ચે વ્હાઇટ હાઉસમાં પહેલી મુલાકાત દરમિયાન મજાક મસ્તી પણ થઈ હતી. બંને નેતાઓ એકબીજાને ઉષ્માપૂર્વક મળ્યા હતા અને ત્યાર બાદ જો બાયડને કહ્યું હતું કે તેઓ ફરીથી વ્હાઇટ હાઉસમાં પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરે છે અને તેઓ ખુશ છે તો PM મોદીએ પણ કહ્યું હતું કે તેઓ પણ શાનદાર સ્વાગત માટે બાયડનના આભારી છે.

જ્યારે મીડિયા સાથે વાતચીત કરવાનો સમય આવ્યો ત્યારે બંને નેતાઓ વાતચીત કરી રહ્યા હતા અને ત્યારે જ બાયડન ઓફ સ્ક્રિપ્ટ જતાં રહ્યા હતા અને તેમણે મોદીને પોતાના મુંબઇ પ્રવાસનની વાત કરી હતી. 2006 માં જ્યારે તેઓ મુંબઇ આવ્યા ત્યારની વાતોથી એક હસી મજાક ભર્યું વાતાવરણ સર્જાઇ ગયું હતું અને મોદીજીએ પણ તેમની વાતમાં હાજરજવાબી બતાવતા બધા હસી પડ્યા હતા. 

અમેરિકી રાષ્ટ્રપતિ બાયડને મોદી સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેઓ ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે મુંબઇ પ્રવાસ આવ્યા હતા અને ”જ્યારે હું મુંબઈ માં હતો ત્યારે ચેમ્બરના અધ્યક્ષને મળવા માટે ગયો હતો. ત્યાં ભારતીય મીડિયાએ મને પૂછ્યું હતું કે શું મારા કોઈ સંબંધી ભારતમાં રહે છે કે કેમ? 

તો તેમણે આ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે 1972 માં જ્યારે તેઓ 29 વર્ષના હતા ત્યારે મુંબાઈથી કોઈએ ચિટ્ઠી મોકલી હતી જેમાં લખ્યું હતું કે તેનું નામ પણ બાયડન છે ત્યાર પછી તેની સાથે વાત થઈ નથી બીજા દિવસે સ્થાનિક મીડિયાએ કહ્યું હતું કે ચાર પાંચ લોકો બીજા પણ છે જેના નામ બાયડન છે.  

આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ભારતીય મૂળની મહિલા સાથે લગ્ન કરવા માગતા હતા પણ તેમની આ ઈચ્છા અધૂરી થી ગઈ હતી. 

પીએમ મોદીએ કહ્યું કે તમે કહ્યું કે 40 લાખ ભારતીયો અમેરિકાને મજબૂત કરી રહ્યા છે. લોકો વચ્ચેનો સંપર્ક મહત્વનો છે અને આમાં તમારું યોગદાન ખૂબ મહત્વનું રહેશે. એ જ રીતે, ભારત-અમેરિકાના સંબંધોમાં ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એ જ રીતે, ભારત અને અમેરિકા વચ્ચે વેપારનો પોતાનો સંબંધ છે અને આપણે એકબીજાને પૂરક બનાવી શકીએ છીએ. કેટલીક ચીજો એવી છે જેની અમેરિકા પાસેથી ભારતને જરૂર છે તો કેટલીક ચીજો એવી પણ છે કે, ભારત પાસેથી અમેરિકાને જરૂર છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી