મોદી કેબિનેટમાં વીજળી, ઇન્ટરનેટ અને DAP સબ્સિડી પર મોટી જાહેરાત

હવે ગામે ગામ પહોંચશે ઈન્ટરનેટ અને 24 કલાક વીજળી

બુધવારે થયેલ કેબિનેટ મીટિંગોમાં મોદી સરકાર દ્વારા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં 16 રાજ્યોમાં ભારતનેટ માટે 19,041 કરોડ રૂપિયાની વાયબિલિટી ગેપ ફંડિંગને મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં 16 રાજ્યોના ગામડાઓમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સુવિધા પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત પાવર રિફોર્મ્સ હેઠળ પાવર ડિસ્ટ્રીબ્યૂશન સ્કીમ માટે 3.03 લાખ કરોડ રૂપિયાની મંજૂરી આપી દેવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ- દરેક ગામ સુધી ઇનફોર્મેશન હાઈવે પહોંચાડવા માટે પ્રધાનમંત્રી મોદીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. પાછલા વર્ષે 15 ઓગસ્ટે દેશના 6 લાખ ગામડાને ઓપ્ટિકલ બ્રોડબેન્ડમાં લાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. આજે અમે 1 લાખ 56 હજાર ગામડાઓ સુધી પહોંચી ચુક્યા છીએ. દેશના 16 રાજ્યોમાં ભારત નેટને PPP મોડલ હેઠળ લાગૂ કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષ માટે કરાર કરી રહ્યાં છીએ, જેમાં અમે સંપૂર્ણ નેટવર્ક આપી રહ્યાં છીએ. તેમણે કહ્યું ગામડામાં ટેલીમેડિસિનની સુવિધા આપવામાં આવશે. દેશના ગામડામાં બાળકો માટે સારા કોચિંગની વ્યવસ્થા હશે. 

વીજળી, ઇન્ટરનેટ, DAP સબ્સિડી માટે બજેટ

કેન્દ્રીય મંત્રીએ કહ્યું- જૂનથી નવેમ્બર સુધી સરકારે ફ્રી અનાજ આપવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ આ વખતે મેથી નવેમ્બર સુધી 80 કરોડ લોકોને ફ્રી અનાજ મળશે, તે માટે 93 હજાર કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું ડીએપી ખાતર, યૂરિયાના ભાવ ન વધે તે માટે 14 હજાર કરોડ રૂપિયાની સબ્સિડી આપવામાં આવી છે. ગામમાં બ્રોડબેન્ડ સુવિધા માટે 19 હજાર કરોડ આપવામાં આવ્યા છે. 97 હજાર કરોડ રૂપિયા વીજળી વ્યવસ્થાના સુધાર માટે, 1 લાખ 22 હજાર કરોડ રૂપિયા એક્સપોર્ટ સુવિધા માટે આપવામાં આવ્યા છે. આ આત્મનિર્ભર ભારતનું ચોથુ પેકેજ છે જે તત્કાલ પ્રભાવથી લાગૂ થશે.

ભારતનેટ માટે સરકાર આપશે 19 હજાર કરોડ રૂપિયા

30 જૂને મળેલી કેબિનેટ મીટિંગમાં સરકારે ભારતનેટને PPP મોડલ અંતર્ગત મંજૂરી આપી છે. જે અંતર્ગત દેશના 16 રાજ્યોમાં કુલ 3.60 લાખ પંચાયતને બ્રોડબેન્ડ સાથે જોડવા માટે 29 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ છે. જેના પર ખર્ચ થનારી વાત કુલ રકમમાં ભારત સરકારનો હિસ્સો 19,041 કરોડ રૂપિયા છે.

સરકાર આ યોજના માટે 42 હજાર કરોડ રૂપિયા પહેલાં જ જાહેર કરી દીધા છે. અત્યાર સુધીમાં આ મદદ માટે કુલ ખર્ચ લગભગ 62 હજાર કરોડ રૂપિયા થઈ જશે.

ઈન્ફોર્મેશન મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેબિનેટે નાણાં મંત્રી નિર્મલા સીતારમણના બજેટમાં કરવામાં આવેલી જાહેરાતને પણ મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત નવેમ્બર 2021 સુધી 80 કરોડ નાગરિકોને ફ્રી રાશન આપવામાં આવશે. જો કે તે અંગેની જાહેરાત પહેલાં જ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે 93 હજાર કરોડ રૂપિયાના ફંડને મંજૂરી મળી છે.

સરકારે પાવર રિફોર્મ માટે મંજૂર કર્યું 3.03 લાખ કરોડનું ફંડ

સાથે પવાર સેક્ટરમાં સુધારા પર પણ કેન્દ્રીય કેબિનેટે મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકારો પાસેથી પ્લાન માગવામાં આવશે અને કેન્દ્ર તરફથી તેને પૈસા આપવામાં આવશે. મોટા શહેરોમાં ઓટોમેટિક સિસ્ટમને પણ લાગુ કરવાની તૈયારી છે. કેન્દ્રીય મંત્રી આરકે સિંહે કહ્યું કે તેનાથી સોલર સિસ્ટમને મજબૂત કરવાનો પણ પ્લાન છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 28 જૂને જ પાવર ડિસ્ટ્રીબ્યૂશન સ્કીમ માટે 3 લાખ કરડોની મંજૂરી આપી હતી. જૂની HT-LT લાઈન્સને બદલવામાં આવશે, કે જેથી લોકોને 24 કલાક વીજળી મળી શકે. ગરીબો માટે દરરોજ રિચાર્જ સિસ્ટમ લાવવામાં આવશે.

પાવર સેક્ટર માટે 3.03 લાખ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. આ ફંડથી ડિસ્કોમને ઈન્ફ્રાસ્ટ્રકચર નિર્માણ અને સુધારા માટે પૈસા આપવામાં આવશે. 3 લાખ કરોડને આ ફંડમાં કેન્દ્ર સરકાર 97,631 કરોડ રૂપિયા આપશે.

 78 ,  1