‘મિસ્ટર 360 ડિગ્રી’ ડી વિલિયર્સે ક્રિકેટને કહ્યું અલવિદા

RCBને મોટો ફટકો, વિરાટ-ABની જોડી નહીં જોવા મળે IPLમાં

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર એબી ડી વિલિયર્સે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, એબી પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, પરંતુ હવે તે આઈપીએલ જેવી લીગમાં ભાગ નહીં લે. ડી વિલિયર્સ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો હિસ્સો રહી ચૂક્યો છે.

એબી ડી વિલિયર્સે ટ્વીટ કર્યું, ‘તે એક અવિશ્વસનીય સફર રહી, પરંતુ મેં તમામ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. જ્યારથી મેં મારા મોટા ભાઈઓ સાથે મારા બેકયાર્ડમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે, ત્યારથી મેં આ રમત પૂરા આનંદ અને નિરંકુશ ઉત્સાહથી રમી છે.

37 વર્ષીય એબી ડી વિલિયર્સ IPLના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક છે. ABએ 184 IPL મેચોમાં 39.70ની એવરેજથી 5162 રન બનાવ્યા જેમાં ત્રણ સદી અને 40 અડધી સદી સામેલ છે. IPL-14ના પહેલા તબક્કામાં ડિવિલિયર્સનું બેટ જોરદાર બોલાયું હતું. આ દરમિયાન ડી વિલિયર્સે સાત મેચમાં 51.75ની શાનદાર એવરેજથી કુલ 207 રન બનાવ્યા હતા. જોકે, બીજા તબક્કામાં તેનું બેટ શાંત રહ્યું હતું. આરસીબી ઉપરાંત એબીએ આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી