અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્મચારીઓ માટે મોટો નિર્ણય

‘કોરોના વેક્સિન નહીં તો વેતન નહીં…’

કર્મચારીઓ વેક્સિનથી વંચિત ન રહી જાય તે માટે AMC એ મહત્વનો નિર્ણય લીધો છે. કોર્પોરેશનના જે કર્મચારીઓ, અધિકારીઓએ વેક્સિન નહીં લીધી હોય તેમને પગાર ચૂકવવામાં નહીં આવે. વેક્સિન બીજો ડોઝ ન લીધો હોય તો તેમને નવેમ્બર માસનો પગાર નહીં મળે તેવો સ્પષ્ટ પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે. ઉલ્લેખનીય છેકે, તમામ કર્મચારીઓના પગાર બાબતે તમામ બિલ ક્લાર્ક અને કર્મચારીઓએ વેક્સિનના બંને ડોઝ લીધા હોવાની ખાતરી કરવાની રહેશે. કોર્પોરેશને કર્મચારીઓ માટે ફરજિયાત કોરોના વેક્સિનના બંને ડોઝ લેવા આ‌વશ્યક હોવાનું જણાવ્યું છે.

શહેરના તમામ ઝોનમાં પણ એવી સૂચના આપવામાં આવી છે કે, વેક્સિન મહાઅભિયાન હેઠળ અધિકારી- કર્મચારીઓએ રસીના બંને ડોઝ લેવાનું ફરજિયાત છે. એટલું જ નહી પણ અધિકારી – કર્મચારીએ રસી લીધાના બંને ડોઝનું પ્રમાણપત્ર સંબંધિત વિભાગના એચઓડી સમક્ષ રજૂ કરવાનું રહેશે.

તો રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોર્પોરેશનની ચિંતા વધી છે. શહેરમાં માસ્ક અને અન્ય બાબતોને લઈને ચેકિંગ થઇ રહ્યું છે. તો AMC દ્રારા વેક્સિનેશન પર પણ વધુ જોર આપવામાં આવી રહ્યું છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી