September 18, 2020
September 18, 2020

નિવૃત્ત થનારા કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ

કેન્દ્રીય કર્મચારીઓને રિટાયરમેન્ટ બાદ કોઈ પણ ભાગદોડ વગર મળશે પેન્શન

કેન્દ્રની મોદી સરકારે કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે નિવૃત્ત થવા જઈ રહેલા સરકારી કર્મચારીઓને ખુશ ખબરી આપી છે. તેમની સૌથી મોટી ચિંતા દૂર થઈ છે. હવે નિવૃત્ત થનારા સરકારી કર્મચારીઓને પેન્શન શરૂ કરવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે, ભાગદોડ વગર પેન્શન મળવાનું શરૂ થઈ જશે. 

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે કોવિડ-19 મહામારી દરમિયાન નિવૃત્ત થનારા કેન્દ્ર સરકારના કર્મચારીઓે નિયમિત પેન્શન ચૂકવણી આદેશ (PPO) જાહેર થવાથી અને અન્ય ઔપચારિકતા પૂરી થાય ત્યાં સુધી અસ્થાયી પેન્શન મળતું રહેશે. તેમણે કહ્યું કે મહામારી અને લોકડાઉનને જોતા આ નિર્ણય લેવાયો છે. સરકારી કર્મચારીઓને મુખ્ય કાર્યાલયમાં પેન્શન ફોર્મ જમા કરવામાં પરેશાની થઈ શકે છે કે બની શકે કે તેઓ સર્વિસ બુક ના દાવા ફોર્મ ભૌતિક રીતે સંબંધિત વેતન અને લેખા કાર્યાલયમાં જમા કરાવવાની સ્થિતિમાં ન હોય. ખાસ કરીને બંને કાર્યાલય જો  અલગ અલગ શહેરમાં હોય તો આ સમસ્યા વધી જાય છે. 

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે “તે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF) માટે છે જે સતત એક શહેરથી બીજા શહેરમાં જાય છે અને તેમના મુખ્ય કાર્યાલય, પે એન્ડ એકાઉન્ટ કાર્યાલયવાળી જગ્યાથી બીજા શહેરમાં હોય છે.” તેમણે કહ્યું કે મોદી સરકાર સત્તામાં આવ્યાં બાદથી પેન્શન અને પેન્શનભોગી કલ્યાણ વિભાગને નવું સ્વરૂપ અપાયું છે. તેને એ રીતે તૈયાર કરાયું છે કે જેનાથી તે સંબંધિત કર્મચારીને કોઈ પણ વિલંબ વગર નિવૃત્તિના દિવસથી જ પીપીઓ આપી શકે. 

સિંહે કહ્યું કે જો કે કોવિડ-19 મહામારી અને ‘લોકડાઉન’ના કારણે ઓફિસમાં કામમાં વિધ્નથી આ વખતે રિટાયર થનારા કેટલાક કર્મચારીઓને પીપીઓ આપી શકાયું નથી. તેમણે કહ્યું કે પરંતુ હાલની સરકાર પેન્શનભોગી અને વરિષ્ઠ નાગરિકોને લઈને સંવેદનશીલ છે, આથી સીસીએસ  (Pension Rule) 1972 હેઠળ નિયમિત પેન્શન ચૂકવણીમાં વિલંબથી બચવા માટે નિયમમાં છૂટ આપી શકાય છે. જેથી કરીને અસ્થાયી પેન્શન અને અસ્થાયી ગ્રજ્યુઈટીની ચૂકવણી કોઈ પણ વિધ્ન વગર નિયમિત પીપીઓ અપાય ત્યાં સુધી થઈ શકે. 

સિંહના હવાલે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે “કોવિડ-19 મહામારી દરમિયાન રિટાયર થનારા કેન્દ્ર સરકારના કર્મચારીઓને નિયમિત પેન્શન ચૂકવણીનો આદેશ જારી થાય અને અન્ય ઔપચારિકતાઓ પૂરી થાય ત્યા સુધી અસ્થાયી પેન્શન રકમ મળતી રહેશે.

 85 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર