મોટી પહેલ : 2040થી પેટ્રોલ-ડીઝલ કારનું ઉત્પાદન બંધ કરશે

કાર બનાવતી મર્સેડિઝ સહિત 6 મોટી કંપનીઓએ લીધો મોટો નિર્ણય

ભારત સહિત વિશ્વના દેશોમાં જળવાયુ પરિવર્તન અને પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા ગંભીર બની રહી છે એટલું જ નહીં આ સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જેના પગલે આ પડકારોનો સામનો કરવા માટે વિશ્વની 6 મોટી વાહન નિર્માતા કંપનીઓએ એક મોટો નિર્ણય લીધો છે. ગ્લાસગોમાં ચાલી રહેલી COP26 બેઠકમાં આ આ કંપનીઓએ 2040 સુધીમાં પેટ્રોલ-ડીઝલથી ચાલતી કારનું ઉત્પાદન કરવાનું બંધ કરશે. આ નિર્ણયને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાની સાર્થક પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.

આ કંપનીઓમાં મર્સિડીઝ, ફોર્ડ, વોલ્વો, જનરલ મોટર્સ જેવા નામ સામેલ છે. કોન્ફરન્સમાં 2040 સુધીમાં પેટ્રોલ અને ડીઝલ વાહનોના વેચાણને ખતમ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જોકે, ટોયોટા, ફોક્સવેગન અને નિસાન જેવી કંપનીઓએ તેનો સ્વીકાર કર્યો નથી. ગ્લાસગોમાં આયોજિત આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં વિશ્વના નેતાઓ ક્લાઈમેટ ચેન્જ અને વધતા તાપમાન જેવી સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે ચર્ચા કરી રહ્યા છે.

પર્યાવરણને બચાવવા માટે ગ્લાસગોમાં છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલ COP26 સમિટ શુક્રવારે સમાપ્ત થશે. આ પહેલા બુધવારે ક્લાઈમેટ ચેન્જ પર દેખરેખ રાખનારી સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ ડ્રાફ્ટ જાહેર કર્યો છે. જેમાં તમામ દેશોને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્ય પર પુનર્વિચાર કરવાની અપીલ કરવામાં આવી છે.

જારી કરાયેલા દસ્તાવેજો એ કરારની પ્રારંભિક રૂપરેખા છે. ગ્લોબલ ક્લાઈમેટ સમિટ પછી લગભગ 200 દેશોએ તેના પર સહમત થવું પડશે. સમિટ શુક્રવારે સમાપ્ત થાય છે.

એજન્સીએ કહ્યું કે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે દેશોએ કઠિન લક્ષ્યાંક નક્કી કરવા જોઈએ. કોલસા, તેલ અને ગેસ ઉત્પાદનોનો ઉપયોગ ઓછો કરવા માટે જનતાને પ્રોત્સાહિત કરવી જોઈએ. તેમના પર આપવામાં આવતી સબસિડી નાબૂદ કરવી જોઈએ.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી