પોલીસ ગ્રેડ પેને લઈને મોટા સમાચારઃ સાંજે પત્રકાર પરીષદમાં થશે મોટી જાહેરાત

સરકાર તરફથી આજે કમિટીનું ગઠન થાય તેવી સંભાવના

પોલીસ ગ્રેડ પેને લઈને થઈ રહેલા આંદોલન મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. ગૃહ મંત્રી અને રાજ્ય પોલીસ વડાની સીએમ સાથેની બેઠક પૂર્ણ થઈ છે. આજ સાંજ સુધીમાં કમિટીની રચના સંદર્ભે નિર્ણય લેવાય શકે છે. સાંજે ગૃહ મંત્રી અથવા પોલીસ વિભાગ દ્વારા થઈ પ્રેસ કૉન્ફ્રરન્સ શકે છે.

નોંધનીય છે કે, ગ્રેડ પેને લઈને પોલીસ પરિવાર દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. આજે પોલીસ પરિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત પછી પોલીસ પરિવારના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકાર અમારી માંગોને લઈને હકારાત્મક છે. હર્ષ સંઘવીએ પણ જણાવ્યું હતું કે, સારો નિર્ણય આવશે.

હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની મુલાકાત પછી આ મુદ્દે મોટા સમાચાર આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સાંજ સુધીમાં આ અંગે વધુ અપડેટ મળે તેવી શક્યતા છે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી