રાજ્યમાં શાળા શરૂ કરવા અંગે મોટા સમાચાર, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત

ગુજરાત સરકારે 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં શિક્ષણ કાર્ય ચાલુ કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે 23 નવેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12ની સ્કૂલો ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત રાજ્યોની તમામ કોલેજોમાં પણ શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજ્યની મેડિકલ અને પેરા મેડિકલ કોલેજો ઉપરાંત અંતિમ વર્ષના વર્ગો શરૂ કરાશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી.

માર્ચ મહિનાથી દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ નિર્માણ થઇ હતી અને ગુજરાતમાં પણ માર્ચ મહિનાથી શાળા-કોલેજો બંધ હતી. જેને લઇને આજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષ સ્થાને મિટીંગ યોજાઇ હતી. તેમાં શાળા કોલેજો શરૂ કરવાને લઇને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે હવે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતી વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય પર અસર ન ઓનલાઇન લર્નિંગની વ્યવસ્થા કરી હતી. હવે જ્યારે પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે ત્યારે ફરીથી શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

શાળા કોલેજ યુનિવર્સિટી સંચાલકો શિક્ષણવિદો બીપીપીચર લોકો સાથે મિટિંગોનો દોર કરીને અનેક મિટીંગો કરીને સરકારે આખરી નિર્ણય કર્યો છે. દિવાળી પછી એટલે કે 23 નવેમ્બરથી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. 

અત્યારે ધોરણ ૯ થી ૧૨ ના વર્ગો ભારત સરકારની એસપી સંપૂર્ણ પાલન સાથે શરૂ કરવામાં આવશે. અને આ ઉપરાંત કોલેજ અને યુનિવર્સિટીના પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અને પેરામેડિકલ વર્ગો શરૂ કરવામાં આવશે, તેમજ અંડરગ્રેજ્યુએટ સ્નાતક કક્ષાએ માત્ર ફાઇનલ વરસના જ વર્ગો શરૂ કરાશે. વિદ્યાર્થીની હાજરી ફરજિયાત ગણવામાં આવશે નહીં. બાકીના શૈક્ષણિક કાર્ય શરુ કરવા અંગે તબક્કાવાર યોગ્ય નિર્ણય લેવાશે

અત્રે નોંધનીય છે કે રાજ્યમાં ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે, અને શાળા કોલેજ આવવા માટે વિદ્યાર્થીના માતા-પિતા કે વાલી ની લેખિત સંમતિ સંસ્થાઓએ મેળવવાની રહેશે. 

 84 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર