અમદાવાદ : T-20 મેચ પહેલા મહત્વનો નિર્ણય, સ્ટેડિયમની 50 ટકા જ બેઠકો ભરાશે

GCA દ્વારા કોરોનાને ધ્યાને રાખીને નિર્ણય કરાયો

આજથી અમદાવાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 સીરિઝ શરૂ થઈ રહી છે. મેચ શરૂ થાય તે પહેલા તંત્ર દ્વા કોરોનાને લઇ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સ્ટેડિયમની 50 ટકા જ બેઠકો જ ભરાશે. આ પહેલા 100 ટકા દર્શકો બેસાડવાની વાત ચાલી રહી હતી. જો કે હવે સ્પષ્ટતા કરવામાં આવી છે કે 50 ટકા દર્શકોની જ ક્ષમતા રાખવામાં આવશે. 

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જણાવ્યાં મુજબ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રમાનારી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ આંતરરાષ્ટ્રીય T20 મેચ દરમિયાન 100 ટકા દર્શકો નહીં પરંતુ કુલ ક્ષમતાના 50 ટકા દર્શકો જ બેસાડવામાં આવશે. કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. GCA ના વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ કહ્યું કે કોવિડની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અહીં રમાનારી તમામ ટી20 આંતરરાષ્ટ્રીય મેચો માટે દર્શકોની ક્ષમતા 50 ટકા રાખવામાં આવશે. ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ પ્લેટફોર્મ દ્વારા 50 ટકા ટિકિટ જ ઈશ્યું કરવામાં આવશે. 

આજે છે પહેલી ટી20 મેચ

અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 મેચ (T20 Series) સાંજે 7 વાગ્યે શરૂ થશે. આ વર્ષના યોજાનારા ટી-20 વર્લ્ડ કપથી (T20 World Cup) પહેલા ભારત માટે આ સિરીઝ ઘણી મહત્વપૂર્ણ છે. ઇંગ્લેન્ડ ટી-20 રેંકિંગમાં પહેલા અને ભારત બીજા સ્થાન પર છે. એવામાં જો બંને ટીમો વચ્ચે મજબૂત પ્રતિસ્પર્ધા જોવા મળી શકે છે.

ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા ઉપરાંત ઋષભ પંત અને હાર્દિક પંડ્યા જેવા તોફાની બેટ્સમેન સામે છે. ત્યારે ઇંગ્લન્ડની ટીમમાં પણ કેપ્ટન ઈયોન મોર્ગન, જોસસ બટલ જેવા ધાકડ બેટ્સમેન છે. ઇજા બાદ વાપસી કરી રહેલા ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પર સૌ કોઈની નજર રહશે. જ્યારે લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ પણ પોતાની છાપ છોડવા ઇચ્છશે. ઇંગ્લેન્ડ પાસે પણ જોફ્રા આર્ચર, ક્રિસ જોર્ડન અને આદિલ રાશિદ જેવા બોલર છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 14 ટી-20 મેચ રમાઈ છે. બંને ટીમોએ 7-7 મેચ જીતી છે. જો કે, ઇંગ્લેન્ડની સામે ગત પાંચ ટી-20 મેચમાં ભારતે ચાર મેચ જીતી છે અને એકમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 19 સપ્ટેમ્બર 2007 માં રમાઈ હતી. જેને ભારતે 18 રનથી જીતી હતી. તે મેચમાં યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી. બંને ટીમો વચ્ચે છેલ્લી ટી-20 મેચ 8 જુલાઈ 2018ના રમાઈ હતી, જેમાં ભારતે 7 વિકેટથી જીત હાંસલ કરી હતી.

 326 ,  6