સરકારની મોટી જાહેરાત, ખેડૂતો માટે 3795 કરોડ રૂપિયાનું રાહત પેકેજ કર્યું જાહેર…

ગાંધીનગર : કમોસમી વરસાદના કારણે માર ઝીલી રહેલા ખેડૂતો માટે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે ખેડૂતોન રાહત પેકેજમાં વધારો કર્યો છે. ખેડૂતો માટે કુલ 3795 કરોડ રુપિયાનું પેકેજ જાહેર કર્યું છે. જ્યાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે તેવા 125 તાલુકાના 9416 ગામમાં ખાતેદાર ખેડૂતોને હેક્ટર દીઠ 6800 રુપિયાની ચુકવણી કરવામાં આવશે. મહત્તમ સહાયની જાહેરાત બે હેક્ટર દીઠ રૂ. 13600  હશે.

નીતિન પટેલે કહ્યું હતું કે જ્યાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે તેવા તાલુકાના ખેડૂતોને ખાતાદીઠ 4 હજાર રુપિયાની ચૂકવણી કરવામાં આવશે. આ સિવાય જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ ખાતાદીઠ 4 હજાર રુપિયાની ચૂકવણી કરવામાં આવશે.

સરકારની જાહેરાત :

1 . એક ઇંચથી વધુ વરસાદ પડેલ રાજ્યના 29 જિલ્લાના 125 તાલુકાના અંદાજીત ૯૪૧૬ ગામના અંદાજે ૨૮ . ૬૧ લાખ ખેડૂત ખાતેદારોને એસ..ડી.આર.એફ. ના ધોરણ મુજબ હેક્ટર દીઠ 6800 રૂપિયા લેખે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અંદાજે રૂ. 2481 કરોડની સહાય અપાશે.

2 . રાજ્યના 23 જિલ્લાના અંદાજે 42 તાલુકા એવા છે કે જ્યાં તાલુકા મથકે ઓછો વરસાદ નોંધાયો છે, પરંતુ કૃષિ વિભાગના ક્લસ્ટરમાં મૂકાયેલ ઓટોમેટિક વેધર સ્ટેશનના આંકડા મુજબ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયેલ છે . આ તાલુકાઓના અંદાજીત 1463 ગામના અંદાજીત 4.70 લાખ ખેડૂત ખાતેદારોને એસ.ડી.આર.એફ.ના ધોરણ મુજબ હેક્ટર દીઠ 6800 લેખે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અંદાજીત રૂ. 392 કરોડની સહાય ચૂકવાશે અને આ તાલુકાના બાકી રહેતા અંદાજિત 1676 ગામો કે જ્યાં એક ઇંચથી ઓછો વરસાદ પડેલ છે તેવા અંદાજીત 5.95 લાખ ખેડૂત ખાતેદારોને ખાતા દીઠ રૂ .4000 લેખે અંદાજિત રૂ. 238 કરોડની સહાય અપાશે.

3 . રાજ્યના 21 જિલ્લાના બાકી રહેતા 81 તાલુકાના 5814 ગામોમાં પણ છૂટાછવાયા કમોસમી વરસાદથી નુકશાન થયેલ હોય, રાજ્ય સરકારે ઉદારનીતિ અપનાવી આ 81 તાલુકાનાં અંદાજીત 17.10 લાખ ખેડૂત ખાતેદારોને ખાતા દીઠ રૂ.4000 લેખે રૂ. 684 કરોડની સહાય અપાશે. આમ , રાજયના કુલ 33 જિલ્લાના 248 ગ્રામ્ય તાલુકાઓના અંદાજીત 18369 ગામોના અંદાજીત 56.36 લાખ ખેડૂત ખાતેદારોને રૂ. 3795 કરોડનું માતબર પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે.

અત્રે ખાસ નોંધપાત્ર હકીકત એ છે કે ગુજરાત રાજયમાં રાજ્યની સ્થાપનાથી માંડી આજ સુધીમાં પ્રથમ વખત રાજ્યના બધા જ તાલુકાના બધાજ ખાતેદાર ખેડૂતોને રાજ્ય સરકારે આર્થિક સહાય કરી હોય તેવું આ પ્રથમ સહાય પેકેજ છે . 3795 કરોડના આ સહાય પેકેજમાં એસ . ડી . આર . એફ . અંતર્ગત રૂ . 2154 કરોડ અને રાજ્યના બજેટમાંથી રૂ . 1641 કરોડ ચુકવાશે .

 6 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર