CBSE ધોરણ 10-12નાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

CBSEએ પરીક્ષા અંગે લીધો મોટો નિર્ણય…

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલેકે (CBSE)એ ટર્મ 1 બોર્ડની પરીક્ષાની તારીખની જાહેરાત કરી દીધી છે. આ સાથે બોર્ડે 10મા અને 12માની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને રાહત આપી છે. બીજા શહેરમાંથી પરીક્ષા આપવાની સુવિધા આપતા તેના માટે તેમણે પોતાની શાળામાંથી અરજી કરવા માટે લીલીઝંડી આપી દીધી છે.

જોકે, બોર્ડે સ્પષ્ટતા કરી છે કે પરીક્ષા ફક્ત ઓનલાઈન મોડથી આયોજીત કરવામાં આવશે. સીબીએસઈના આ નિર્ણયથી એવા વિદ્યાર્થીઓને ફાયદો થશે. જે હાલના સમયમાં પોતાના સ્કૂલવાળા શહેરમાં ના રહીને દેશના કોઈ અન્ય શહેરમાં રહે છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ વિદ્યાર્થીઓ પોતાના ઘરે જતા રહ્યાં છે અને હવે તેમને પરીક્ષા આપવામાં સરળતા રહેશે.

જોકે, સીબીએસઈના 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા સેન્ટર બદલવા માટે માત્ર આજનો સમય છે. વિદ્યાર્થીઓ પોતાના સંબંધિત શાળામાંથી પરીક્ષા સેન્ટર બદલવા માટે 10 નવેમ્બરની મધ્ય રાત્રિ સુધી અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓની મળેલી અરજીને શાળા 12 નવેમ્બરની મધ્ય રાત્રિ સુધી બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરી દેશે.

વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર બદલવા માટે પોતાની શાળામાં અરજી કરવી પડશે. બોર્ડે એવી સ્પષ્ટતા પણ કરી છે કે અરજી માટે વિદ્યાર્થીઓની પાસે માત્ર એક દિવસનો સમય છે અને અંતિમ તારીખ બાદ કોઈ પણ અરજીનો સ્વીકાર કરવામાં આવશે નહીં.

સીબીએસઈ ભારત અને વિદેશમાં પણ તમામ સંલગ્ન શાળામાં તારીખ નક્કી કરીને પરીક્ષાનું આયોજન કરશે. આ વખતે 10મા ધોરણની પરીક્ષા 17 નવેમ્બરથી અને 12મા ધોરણની પરીક્ષા 16 નવેમ્બરથી શરુ થશે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી