LRD ભરતી મુદ્દે મોટા સમાચાર, કમ્પ્યુટરનું સર્ટિફિકેટ નહીં ધરાવનાર પણ કરી શકશે અરજી

ધો-10 અને 12માં કમ્પ્યુટર પાસ કરનારને સર્ટિની નથી જરૂર

લોક રક્ષક ભરતી માટેના ઉમેદવારોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારોને ટ્વીટ કરીને જાણ કારી આપી છે કે,  લોકરક્ષક માટે અરજી કરવા માટે ડોમીસાઈલ સર્ટીફીકેટની આવશ્યકતા નથી. આ સાથે અન્ય એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. 

લોકરક્ષણ દળની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે, જેના માટે અરજી ઓનલાઈન અરજી મંગાવાઈ રહી છે, તેવામાં ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારના વિભાગે પોલીસ અને LRDની સીધી ભરતી માટે 15 અને 8 ગણાનો નિર્ણય બદલ્યો છે જેથી હવે શારીરિક કસોટી પાસ કરતા ઉમેદવારો સીધી લેખિત પરીક્ષામાં બેસી શકશે. ત્યારે ઉમેદવારોને સરકારે વધુ એક રાહત આપી છે.

લોક રક્ષણ દળની ભરતી પરીક્ષામાં હવે કોમ્યુટરનું સર્ટિફેકેટ નહી ધરાવનાર ઉમેદવાર પણ અરજી કરી શકશે, જો કે તેમણે દસ્તાવેજ ચકાસણી વખતે માન્ય સંસ્થાનું કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. મહત્વનું છે કે ધોરણ 10 અને 12માં કોમ્યુટર પરીક્ષા પાસ કરેલ હોય તેવા ઉમેદવારોને સરકાર તરફથી છુટ આપવામાં આવી છે, એટલે આવા ઉમેદવારોને સર્ટિફિકેટની કોઈ જરૂર નથી.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી