ગુજરાતમાં ધોરણ 1થી 5ની શાળા શરૂ થવા મુદ્દે મોટા સમાચાર

જાણો શિક્ષણમંત્રી જીતુ વાઘાણી શું કહ્યું….

ગુજરાતમાં કોરોનાની વિદાય થતા ધોરણ 6થી સહિતના કોલેજના ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયા છે બીજી બાજુ ત્રીજી લહેરના એંધાણ વચ્ચે રાજ્યમાં ધોરણ 1થી 5ના ઓફલાઈન ક્લાસ શરૂ કરવા સરકારે કવાયત હાથ ધરી છે. આ સ્થિતિ વચ્ચે આજે બુધવારે ગાંધીનગર ખાતે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં રાજ્યમાં ધોરણ 1થી 5ના ઓફલાઈન ક્લાસ શરૂ કરવાને લઈને પણ મંથન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળામાં ભણતા બાળકોઓ હજી શાળાઓ શરૂ થવા માટે થોડી રાહ જોવી પડશે તેમ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેબિનેટ બેઠક પૂર્ણ થયાં બાદ શિક્ષણમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વાલીઓ ઈચ્છી રહ્યા છે કે, ગુજરાતમાં હવે ધોરણ 1થી 5 ક્લાસરૂમ શરૂ થાય પરંતુ વાલીઓએ હજી શાળાઓ શરૂ થવા માટે થોડી રાહ જોવી પડશે.

આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, આરોગ્ય મંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે. બાળકોના આરોગ્યની પણ ચિંતા કરવામાં આવી રહી છે. જો કે, શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરતા પહેલા એક કમિટી બનાવવામાં આવશે અને આગામી સમયમાં કોરોનાની સ્થિતિ જોયા બાદ નિર્ણય લેવામાં આવશે.

કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે લાંબા સમય બાદ પ્રાથમિક શિક્ષણ શરૂ થશે તેવા એંધાણ છે. ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની હાલ વિચારણા કરી રહ્યું છે. જેમાં ડિસેમ્બરની શરૂઆતમાં આ વર્ગો ખુલશે તેવી માહિતી મળી રહી છે.અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન તો વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણનો પણ વિકલ્પ રાખવામાં આવશે તેવી ચર્ચા છે. પ્રાથમિક શાળાના સમયગાળામાં પણ ઘટાડો થશે તો વાર્ષિક શિક્ષણ દિવસો વધારવા પર પણ શિક્ષણ વિભાગ નિર્ણય લઈ શકે છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી