શિક્ષણ વિભાગમાં ભરતીની મોટી જાહેરાત, જાણો કેટલી જગ્યા પડી છે ખાલી

પ્રાથમિક શાળામાં 3 હજાર 900 શિક્ષકની થશે ભરતી

રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આગામી દિવસોમાં 11 હજારથી વધુ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. સરકારે આગામી દિવસોમાં કોલેજમાં પ્રાધ્યાપક, ગ્રાન્ટેડ શાળામાં આચાર્ય, કોલેજના ક્લાર્કની ભરતી કરવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે આગામી સમયમાં પ્રાથમિક શાળામાં 3 હજાર 900 શિક્ષકની ભરતી કરવાની જાહેરાત કરી છે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેદ્રસિંહએ વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી હતી.  

રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં આચાર્ય, રાજ્યની વિવિધ કૉલેજમાં સહાયક પ્રાધ્યાપકની 970, કૉલેજના જુનિયર ક્લાર્કની 124 અને લેખક આસિસ્ટંટની 19 જગ્યા પર પણ ભરતી કરાશે.  

 78 ,  1