મોદી સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને આપી મંજૂરી

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને SC આપી મંજૂરી, નવું સંસદ ભવન બનાવવાનો રસ્તો સાફ

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટાને લીલી ઝંડી આપી દીધી છે. જસ્ટિસ એ.એમ.ખાનવિલકરની અધ્યક્ષતાવાળી 3 જજોની બેન્ચે આ ચુકાદો આપ્યો. અત્યાર સુધી કોર્ટે આ પ્રોજેક્ટના કામ પર રોક લગાવી રાખી હતી. સુપ્રીમ કોર્ટે લેન્ડ યૂઝ ચેન્જ કરવાના આરોપના કારણે સેન્ર્ખલ વિસ્ટા પ્રોજેક્ટની કાયદેસરતા પર સવાલ ઊભા કરનારી અરજીને હાલ પેન્ડિંગ રાખી છે.

અરજીના જવાબમાં સરકારે કહ્યું હતું કે, હાલની સંસદ બદલાતી જરૂરિયાતો પ્રમાણે અપૂરતિ સાબિત થઈ રહી છે. નવા સેન્ટ્રસ વિસ્ટાનું નિર્માણ કરવાથી ન માત્ર પર્યાવરણનું ધ્યાન રાખવામાં આવશે પરંતુ હેરિટેજ ઈમારતોને નુંકસાન પણ નહી પહોંચાડવામાં આવે.

આ પ્રોજેક્ટ હેઠળ નવા સંસદ પરિસરનું નિર્માણ કરવાનું છે. તેમાં 876 સીટોવાળી લોકસભા, 400 સીટોવાળી રાજ્યસભા અને 1224 સીટોવાળો સેન્ટ્રલ હોલ બનાવવામાં આવશે. સંયુક્ત બેઠક દરમિયાન સભ્યોને અલગથી ખુરશી લગાવીને બેસવાની જરૂરિયાત ખતમ થઈ જશે. સેન્ટ્રલ વિસ્ટામાં એકબીજા સાથે જોડાયેલી 10 ઈમારતોમાં 51 મંત્રાલયો બનાવવામાં આવશે. હાલ આ મંત્રાલયો એક બીજાથી દૂર 47 ઈમારતોમાં ચાલી રહ્યાં છે. મંત્રાલયોને નજીકના મેટ્રો સ્ટેશન સાથે જોડવા માટે જમીન માર્ગ પણ બનાવવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવનની નજીક વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ માટે નવું નિવાસસ્થાન બનાવવમાં આવશે. હાલ બંન્ને નિવાસ સ્થાનો રાષ્ટ્રપતિ ભવનથી દૂર છે.

 59 ,  1