ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં રૂપાણી-નીતિન પટેલ સહિત ગુજરાતના નેતાઓનો સમાવેશ

નવા રાષ્ટ્રીય કારોબારીમાં મેનકા અને વરુણ ગાંધી OUT

ભાજપે આજે રાષ્ટ્રીય કારોબારી નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં મેનકા ગાંધી અને વરુણ ગાંધીને સામેલ કરવામાં આવ્યા નથી. જ્યારે કોંગ્રેસની વડી ઠેકીના ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને બંગાળની ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયેલા મિથુન ચક્રવર્તીને પણ તેમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, ડો.મુરલી મનોહર જોશી, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ, પિયુષ ગોયલ સહિત 80 સભ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 50 વિશેષ આમંત્રિતો અને 179 કાયમી આમંત્રિતો (પદાધિકારી) સભ્યો પણ સામેલ છે.

ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવાંમાં આવી છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાંથી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભારતીબેન શિયાળ, અમિત શાહ, મનસુખ માંડવિયા અને નીતિન પટેલ સહિતના નેતાઓનો પણ સમાવેશ કરાયો છે. જોકે કેન્દ્ર ભાજપના દિગ્ગજ નેતા વરુણ ગાંધીને બાકાત રાખવામાં આવ્યા હતા. તાજેતરમાં તેઓ લખીમપૂર હિંસા મામલે કોમેન્ટ કરીને ભાજપમાં અળખામણાં થયા હતા.

ગુજરાતના દિગ્ગજોનો સમાવેશ

ગૃહમંત્રી અમિત શાહ(સાંસદ)
પરશોત્તમ રૂપાલા(સાંસદ)
વિજય રૂપાણી(પૂર્વ મુખ્યમંત્રી)
નીતિન પટેલ (પૂર્વ નાયબ મુખ્યમંત્રી)
સી. આર પાટિલ(સાંસદ)
મનસુખ માંડવીયા(સાંસદ)
ભરતીબેન શિયાળ(સાંસદ)
રમિલાબેન બારા(સાંસદ)
ભુપેન્દ્ર પટેલ(મુખ્યમંત્રી)

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી