હિના મર્ડર કેસમાં મોટો ખુલાસો : સચિને પરિણિત હોવાની વાત છુપાવી બાંધ્યા હતા પ્રેમ સંબંધ

પોલીસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરી કર્યા ખુલાસા

ચકચારી હિના ઉર્ફે મહેંદીની હત્યાના મામલે વધુ એક મોટો ધડાકો થયો છે. બાપોદ પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી સચિને પોતે પરણિત હોવાની હકીકત છુપાવી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આરોપી સચિન અને મૃતક હિના એક અઠવાડિયું ફતેગંજમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. 21 જૂન 2021થી 30 જૂન 2021 સુધી બંને પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. ફૈઝાન નામના વ્યક્તિએ બંનેને મકાન અપાવ્યું હતું. નોંધનીય છે કે, કોર્ટે આરોપી સચિનના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

બાપોદ પોલીસે સચીન દિક્ષિતનો કબજો અમદાવાદ પોલીસ પાસેથી મેળવ્યા પછી ગઈ કાલે શુક્રવારે દર્શનમ ઓએસીસ ખાતે આરોપીને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ હત્યાના સ્થળ જી બ્લોકના 102 નંબરના મકાનમાં આરોપીને લઈને પહોંચી હતી. આરોપીને બેડરૂમ અને રસોડામાં લઈ જવાયો હતો.

રસોડામાં જે જગ્યાએ મહેંદીની લાશ બેગમાં મૂકીને સંતાડી હતી તે સ્થળે હજુ પણ લોહીના ડાઘ હતા. જ્યારે ડિકમ્પોઝ લાશની દુર્ગંધ હજુ મકાનમાં હતી. પોલીસે આરોપી સચીનને હત્યા સમયે દારૂ પીધો હતો કે કેમ તે અંગે પૂછ્યું હતું. પોલીસે સચિને ક્યાં હત્યા કરી હતી અને લાશને કેવી રીતે બેગમાં પેક કરી સંતાડી હતી તે અંગે પણ પૂછપરછ કરી હતી.

આરોપીને ફ્લેટની આસપાસની દુકાનો પર લઈ ગયા હતાં. તે વારંવાર કઈ દુકાનમાં જતો હતો અને કઈ દુકાનમાંથી ખરીદી કરતો હતો તે અંગે પણ પૂછપરછ કરી હતી. 2 કલાક ચાલેલા રિકન્સ્ટ્રક્શન બાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી