નિશા ગોંડલીયા ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, ATSએ બે આરોપીની કરી ધરપકડ

નિશાએ જાતે જ પોતાના પર કરાવ્યું હતું ફાયરિંગ

જામખંભાળીયામાં નિશા ગોંડલિયા ઉપર થયેલા ફાયરિંગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં નિશા ગોંડલિયા જાતે જ ફાયરિંગ કરાવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ATSએ બે આરોપીની ધરપકડ કરી છે. ATSની તપાસમાં સામે આવ્યું છે કે નિશાએ જ કાવતરું ઘડીને જયેશ પટેલ અને યક્ષાપલ જાડેજાને ફસાવવા માટે પોતાના પર જ ફાયરિંગ કરાવ્યું હતું.

નિશા ગોંડલીયાએ જીતેન્દ્ર ગોરીયા નામના બિલ્ડર સાથે મળી જાતે પોતાની ઉપર ફાયરિંગનું તરકટ રચ્યું હતું. હાલ નાણાંકીય વ્યવહારને લઈ આ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. નિશા ગોંડલીયા બીટ કોઈન મામલાના આરોપી શૈલેષ ભટ્ટની સબંધી પણ થાય છે અને તેને બીટ કોઈન લઈને કેટલાક ખુલાસાઓ પણ કર્યા હતા.

ગુજરાત એટીએસએ અયુબ દરજાદા અને મુકેશ ઉર્ફે મુકેશ સિંધી જાતે શર્મા નામના આ 2 વ્યક્તિઓની અમદાવાદના ઉજાલા સર્કલ પાસેથી ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓની જામ ખંભાળિયાના નિશા ગોંડલીયા ફાયરિંગ કેસમાં ધરપકડ કરી છે. પરંતુ એટીએસ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી તો અન્ય ખુલાસા સામે આવ્યા છે. જેમાં નિશા ગોંડલીયાએ જાતે ફાયરિંગ કરાવ્યા હોવાનું સામે આવ્યું છે.


બિટ કોઈન કેસ સાથે સંકળાયેલી નિશા ગોંડલીયા 2019માં ફાયરિંગ થયું હતું. જેમાં નિશા ગોંડલીયા દ્વારા કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ ઉચ્ચ પોલીસ અધિકારીને અરજીમાં કરવામાં આવી હતી. બિટકોઇન મામલામાં જયેશ પટેલ દ્વારા નિશા ગોંડલીયાને ફસાવવામાં આવતા હોવાનો નિશા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ નિશા ગોંડલિયા પર ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા જીવલેણ હુમલાઓ અને જાનથી મારી નાખવાની વારંવાર ધમકીઓ પણ આપવામાં આવી રહી હતી.

નિશાને સાક્ષી માટે હટી જવા માટે જયેશ પટેલ દબાણ કરી રહયો છે તેના માટે ફાયરિંગ કરાવ્યું છે તેવી ફરિયાદ નિશા દ્વારા કરવામાં આવી હતી. જે બાદ આ આખા કેસની તપાસ કરવામાં આવી હતી અને તે બાદ મોટો ખુલાસો સામે આવ્યો છે કે નિશા ગોંડલિયા અને તેમના મિત્રએ મળીને કાવતરું ઘડ્યું હતું.

 159 ,  1