પિતા આસારામની જેમ પુત્ર નારાયણ સાઇને પણ રહેવું પડશે જેલમાં જ..

હાઈકોર્ટે આપેલો ફર્લો સુપ્રિમ કોર્ટે ફગાવ્યો

બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાઇને ગુજરાત હાઇકોર્ટે આપેલા ૧૪ દિવસના ફર્લો પર સુપ્રીમ કોર્ટે બે સપ્તાહનો ફર્લો આપવાનો ગુજરાત હાઈકોર્ટનો આદેશ રદ કર્યો છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની ખંડપીઠે ગુજરાત સરકારની અરજી પર નારાયણ સાંઈને હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ ફર્લો રદ કર્યો હતો. 24 જૂનના રોજ ગુજરાત હાઇકોર્ટની સિંગલ બેન્ચે નારાયણ સાંઇને ફરલો મંજૂર કર્યો હતો.

અગાઉ ડિસેમ્બર 2020 માં, હાઈકોર્ટે સાઈની માતાને તેમની નાદુરસ્ત તબિયતને કારણે ફર્લો આપ્યો હતો. સુરતની કોર્ટે 26 એપ્રિલ 2019 ના રોજ ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર), 377 (અકુદરતી ગુનો), 323 (હુમલો), 506-2 (ફોજદારી ધમકી) અને 120-બી (ષડયંત્ર) હેઠળ દોષિત ઠેરવ્યા હતા. અને આજીવન કેદની સજા ફટકારી હતી.

નોંધનીય છેકે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે સાંઈને જેલની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાથી તેને ‘ફર્લો’ ન આપવો જોઈએ. સાઈએ આ કારણોસર ‘ફર્લો’ માંગી છે કે તેણે તેના પિતા આસારામની સંભાળ રાખવી પડશે, જે અગાઉ કોરોના વાયરસથી સંક્રમિત હતા.

સુરતની બે બહેનો પર દુષ્કર્મ

સુરતમાં રહેતી બે સગી બહેનોએ આસારામ બાપુ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં બંને બહેનોને સેવિકા તરીકે આશ્રમમાં રાખ્યા બાદ અલગ અલગ રાજ્યોમાં લઇ જવામાં આવતી અને ત્યારબાદ તેમના પર દુષ્કર્મ ગુજારવામાં આવતું હતું. મોટી બહેન પર વર્ષ 2001થી 2007 સુધી અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે નારાયણ સાંઈએ વર્ષ 2002થી 2005 સુધી પીડિતાઓમાંથી નાની બહેન પર સુરતના જહાંગીરપુરા, પટના અને સાબરકાંઠાના ગભોઈમાં દુષ્કર્મ આચર્યુ હતું.

સાધિકા યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યના ગુનાને ફરિયાદ ડિસેમ્બર 2013માં સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

સુરતની સેશન્સ કોર્ટે ફટકારી હતી જનમટીપની સજા

આસારામના પુત્ર અને બળાત્કારના કેસમાં દોષિત નારાયણ સાંઈને સુરતની સેશન્સ કોર્ટે જનમટીપની સજા અને રૂ. એક લાખનો દંડ ફટકાર્યો હતો. નારાયણ સાંઈના સાથી ગંગા અને જમુના તેમજ સહાયક હનુમાનને દસ-દસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ સિવાય રમેશ મલ્હોત્રાને છ મહિનાની સજા સંભળાવાઈ હતી.

આ ઉપરાંત સુરતની કોર્ટે પીડિતાને રૂ. પાંચ લાખનું વળતર ચૂકવવાનો પણ નારાયણ સાંઈને આદેશ કર્યો હતો.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી