ભારતીય ગુપ્તચર એજન્સીઓને મોટી સફળતા, ફરાર ખાલિસ્તાની આતંકીને દુબઇથી ડિપોર્ટ કર્યો

પંજાબના મોસ્ટ વોન્ટેટ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકી સુખ બિકરીવાલ ડિપોર્ટ કરાયો

પંજાબના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકવાદી સુખ બિકરીવાલને ભારત લાવવામાં ગુપ્તચર વિભાગને જબરદસ્ત સફળતા મળી હતી. દૂબઇથી એને આજે સવારે ડિપોર્ટ કરાયો હતો.

પાકિસ્તાનની બદનામ ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના ઇશારે સુખ સતત પંજાબમાં ટાર્ગેટ કીલીંગ એટલે કે હત્યાઓ કકરાવતો હતો. પંજાબના શૌર્ય ચક્ર વિજેતા ફૌજી બલવિંદર સંધુની હત્યામાં પણ સુખનો હાથ હતો. પંજાબના નાભામાં જેલ તોડવાનો જે ગુનો થયો હતો એમાં પણ સુખ સામેલ હતો. ત્યારબાદ ભારત છોડી દૂબઇ જતો રહ્યો હતો.

તપાસ એજન્સીઓ સુખ બિકરીવાલની પૂછપરછ કરશે. પૂછપરછ  દરમિયાન પંજાબમાં ખાલિસ્તાની લિંક પર મોટા ખુલાસા થઈ શકે છે. આ સાથે જ પંજાબમાં ટાર્ગેટ કિલિંગ ઉપર પણ નવી જાણકારીઓ મળી શકે છે. દુબઈમાં આ જ મહિને ખાલિસ્તાની આતંકી સુખ બિકરીવાલને અટકાયતમાં લેવાયો હતો. ત્યારબાદથી તેને ભારત પરત લાવવાની કોશિશ થઈ રહી હતી. 

નોંધનીય છે કે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે દિલ્હીમાં 5 આતંકીઓને દબોચ્યા હતા. જેમની પૂછપરછમાં સુખ બિકરીવાલનું નામ ખુલ્યું હતું. 

 55 ,  1