વડોદરા સામુહિક દુષ્કર્મ કેસમાં LCB પોલીસને મોટી સફળતા, પકડાયો ખાનગી સિક્યોરિટી ગાર્ડ

બંધ મકાનની ઝાડીઓમાં સિક્યુરિટી ગાર્ડે સંતાડી હતી સાઈકલ,

વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ અને કથિત આપઘાત મામલે પોલીસ હજુ પણ આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે. જોકે LCB પોલીસને પીડિતાની સાઈકલ શોધવામાં સફળતા મળી છે.

વડોદરામાં સામુહિક દુષ્કર્મ બાદ કથિત આપઘાતના કેસમા વધુ એક કડી મળી છે. પીડિતાની સાઈકલ શોધવામાં રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. એક સિક્યુરિટી ગાર્ડ પાસેથી યુવતીની સાઈકલ મળી આવી છે. પોલીસે સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. સિક્યુરિટી ગાર્ડ M.D સિક્યુરિટીમાં કામ કરે છે. મહેશ રાઠવા નામના સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરીને રેલવે LCB પોલીસે વધુ પૂછપરછ હાથધરી છે. સાયકલ પુનિતનગર નજીક પ્રાઇવેટ કવાટર્સમાંથી મળી છે. મહેશ રાઠવાએ સાઇકલ બંધ મકાનમાં રાખી હતી. મકાન 10 વર્ષથી બંધ હતું. સાઈકલ ઝાડીઓમાં સંતાડી હતી. સાઇકલના બંને ટાયર પણ કાઢી નાખવામાં આવ્યા હતા.

દુષ્કર્મ કેસમાં ઘટનાસ્થળ વેક્સિન ગ્રાઉન્ડના વોચમેનની શંકાસ્પદ ભૂમિકા? મહત્વનું છે કે યુવતીએ બસ ચાલકની મદદ માંગી એ સમયે વોચમેનનો પણ ઉલ્લેખ હતો. સાયકલ ગૂમ થઇ હતી તેમાં વોચમેનનો રોલ છે કે નહીં તે દિશામાં તપાસમાં ચાલી રહી છે.

એક હજારથી વધુ રીક્ષાવાળાની પૂછપરછ કરાઇઃ રેલવે SP

રેલવે SP પરિક્ષીતા રાઠોડે કહ્યું હતું કે, 20 દિવસથી તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીની તપાસમાં ટેક્નિકલ તપાસ કરી છે. જોકે આરોપીઓ અંગે હજી કોઇ ભાળ મળી નથી. યુવતીની સાઈકલ ક્યાં છે તેની પણ તપાસ ચાલુ છે. એક હજારથી વધુ રીક્ષાવાળાની પૂછપરછ કરાઇ છે. લોકોના ઘરે જઇને તપાસ કરવામાં આવી રહી છે. 250 જેટલા CCTV તપાસવામાં આવ્યા છે. 200 જેટલા સેક્સ્યુઅલ ઓફેન્સની તપાસ કરાઇ છે. 

ઓએસીસ સંસ્થા વિરુદ્ધ તપાસના આદેશ

ઓએસીસ સંસ્થા મામલે તપાસ એસીપી ક્રાઇમને સોંપાઈ છે. નાગરિકો અને મીડિયા દ્વારા ઓએસીસ સંસ્થાનો ભૂતકાળ રજૂ કરાતા નિર્ણય લેવાયો છે. સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ્દ કરવું કે કેમ તે અંગે તપાસ બાદ નિર્ણય લેવાશે. પોલીસ કમિશનરે એસીપી ક્રાઇમને તપાસ સોંપી છે. સંસ્થાએ યુવતી સાથે થયેલી ઘટના પર કેમ ઢાંક પીછોડો કર્યો તે એન્ગલથી પણ તપાસ થશે.

 31 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી